‘મારા હૈયે બ્રિટિશ હિતો જ સર્વોપરિ’

‘મારા હૈયે બ્રિટિશ હિતો જ સર્વોપરિ’

નવનિયુક્ત વડાપ્રધાન એન્ડી બર્નહામે સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે બ્રિટનના હિતો જ સર્વોપરી રહેશે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જરૂર પડ્યે પોતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં પણ ખચકાશે નહિ. સાથે સાથે જ તેમણે 2029 પહેલા વહેલી સામાન્ય ચૂંટણીની સંભાવના નકારી કાઢી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બ્રિટન લશ્કરી ખર્ચ મુદ્દે ‘નાટો’ સાથેની પ્રતિબદ્ધતાનું માન રાખશે.

લંડનઃ નવનિયુક્ત વડાપ્રધાન એન્ડી બર્નહામે સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે બ્રિટનના હિતો જ સર્વોપરી રહેશે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જરૂર પડ્યે પોતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં પણ ખચકાશે નહિ. સાથે સાથે જ તેમણે 2029 પહેલા વહેલી સામાન્ય ચૂંટણીની સંભાવના નકારી કાઢી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બ્રિટન લશ્કરી ખર્ચ મુદ્દે ‘નાટો’ સાથેની પ્રતિબદ્ધતાનું માન રાખશે.
એક દાયકામાં દેશના સાતમા વડાપ્રધાન બનેલા બર્નહામે કહ્યું કે મારા શાસનનો મૂળ મંત્ર છે - દેશ સૌથી પહેલાં, બીજું બધું જ પછી. બીબીસી સાથેની આ મુલાકાતમાં વડાપ્રધાનને પૂછાયું હતું કે શું તેઓ ટ્રમ્પ પર સવાલ ઉઠાવવા કે તેમની નીતિઓની ટીકા કરવા તૈયાર છે? જવાબમાં તેમણે કહ્યું કે તમામ નેતાએ એવું કરવું પડશે. તમારે સૌપ્રથમ દેશના હિતોની રક્ષા કરવી પડશે. તમારે જો તે કામ યોગ્ય રીતે કરવું હોય તો તમારે એ કરવું જ પડશે. અમેરિકી પ્રમુખ સહિત કોઈ પણ દેશના નેતા હોય, બ્રિટનના રાષ્ટ્રીય હિતો સર્વોપરી રહેશે. ઉલ્લેખનીય છે કે મુદત પૂર્વે રાજીનામું આપનાર પુરોગામી વડાપ્રધાન કેર સ્ટાર્મર ઈરાન સાથે યુએસ-ઈઝરાયેલ યુદ્ધ, ઈમિગ્રેશન, એનર્જી અને ટેક રેગ્યુલેશન મુદ્દે ટ્રમ્પ સાથે મતભેદ ધરાવતા હતા.
બર્નહામે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ‘2029 પહેલાં અર્થાત્ સમય પહેલાં જનરલ ઈલેક્શન નહીં કરાવાય. હું આવી શક્યતાને સ્પષ્ટપણે નકારું છું. મને લાગે છે કે લોકો પણ એવું ઇચ્છતા નથી.’ આ સાથે જ નવી સરકાર ટુંક સમયમાં વહેલી ચૂંટણી જાહેર કરી શકે છે તેવી અટકળોનો અંત આવ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે બર્નહામે જણાવ્યું હતું કે ‘નાટો’ના સાથીઓને જે વચન અપાયું છે તે બાબતે તેઓ સંપૂર્ણપણે કટિબદ્ધ છે. બ્રિટને ‘નાટો’ના નવા લક્ષ્યને સુસંગત 2035 સુધીમાં જીડીપીના 3.5 ટકા સંરક્ષણ પર ખર્ચવાની બાંયેધરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આપણે આમ કરવાનો માર્ગ શોધવો પડશે. પ્રથમ પડકાર ડિફેન્સ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પૂર્ણ ભંડોળ સાથેનો હોવો જોઈએ તેવી ચોકસાઈનો છે. આપણે બજેટ તરફ આગળ વધીએ ત્યારે તેનો માર્ગ કાઢવાનો રહેશે.’ નવનિયુક્ત ડિફેન્સ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું છે કે સંરક્ષણ ખર્ચ વધારવાનું ટાઈમટેબલ ફાઈનાન્સ મિનિસ્ટરનો નિર્ણય હશે.

‘મારા હૈયે બ્રિટિશ હિતો જ સર્વોપરિ’
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.