• યુગાન્ડાના સાંસદોને Shs300 મિલિયન કાર ગ્રાન્ટ

યુગાન્ડા પાર્લામેન્ટના દરેક સભ્યોને કાર ગ્રાન્ટ તરીકે 300 મિલિયન શિલિંગ્સની રકમ આપવામાં આવી છે. જોકે, આમાં વિવાદ એ થયો છે કે સાંસદોએ વધુ રકમની માગણી કરતા કહ્યું છે કે મંજૂર કરાયેલી રકમ અપાઈ નથી. એક્સ-ઓફિસિયો સભ્યો સહિત તમામ સાંસદોના બેન્કખાતામાં આ રકમ સીધી જમા કરવામાં આવી છે. પાર્લામેન્ટરી કમિશને 550થી વધુ દરેક સાંસદ માટે 315 મિલિયન શિલિંગ્સનું બજેટ મંજૂર કર્યું હતું. દેખીતી રીતે જ સાંસદદીઠ 15 મિલિયન શિલિંગ્સની રકમ ઓછી મળી છે. આ મુદ્દે પાર્લામેન્ટના અધિકારીઓ પાસેથી ખુલાસો મંગાયો છે. પાર્લામેન્ટે કાર ગ્રાન્ટ તરીકે મંજૂર રકમ અને ચૂકવાયેલી રકમ વચ્ચે તફાવત મુદ્દે સત્તાવાર ખુલાસો રજૂ કર્યો નથી.

પ્રેસિડેન્ટ રામફોસા વિરુદ્ધ ઈમ્પીચમેન્ટ મુલતવીઃ

સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા વિરુદ્ધ સંસદીય ઈમ્પીચમેન્ટને વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટે કામચલાઉ અટકાવી દીધું છે. રામફોસાના રેન્ચ ખાતે 2020માં 580,000 ડોલર છુપાવેલા મળી આવ્યા હતા, જે ચોરીના હોવાનું જાહેર કરાયું હતું. ઈમ્પીચમેન્ટ કમિટીએ પ્રમુખે ગંભીર ગેરવર્તણૂકો અને ઉલ્લંઘનો કર્યા હોવાનો રિપોર્ટ 2022માં જાહેર કર્યો હતો, જેની કાયદેસરતા મુદ્દે રામફોસાએ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. હવે રિપોર્ટની કાયદેસરતા નિશ્ચિત ન થાય ત્યાં સુધી રામફોસા સામે ઈમ્પીચમેન્ટ કાર્યવાહી ચલાવી શકાશે નહિ.

કેન્યા અને યુકે વચ્ચે મંત્રણાઃ

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને યુકેના કેન્યાસ્થિત હાઈ કમિશનર મેટ બોઘ વચ્ચે સ્ટેટ હાઉસમાં દ્વિપક્ષી સંબંધો, વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષામાં સહકારના મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ હતી. મંત્રણા પછી પ્રેસિડેન્ટ રુટોએ જણાવ્યું હતું કે ચર્ચાઓ કેન્યા- યુનાઈટેડ કિંગ્ડમ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (EPA) પર આધારિત હતી. પ્રેસિડેન્ટે બ્રિટિશ રાજદૂતને કેન્યાના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના અમલીકરણ તેમજ વ્યૂહાત્મક વિકાસ પ્રોજેક્ટ્સમાં ફાઈનાન્સિંગ તથા યુકે સાથે ભાગીદારીના સંભવિત ક્ષેત્રો શોધવામાં તેની કામગીરી વિશે પણ માહિતી આપી હતી. બંને નેતાઓએ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાને આગળ વધારવામાં પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.

• યુગાન્ડાના સાંસદોને Shs300 મિલિયન કાર ગ્રાન્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.