108 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવ્યું

અમેરિકાના ડેલાવેર સ્ટેટમાં રહેતાં સુઝન યંગ બ્રાઉને હમણાં પોતાનો 108મો જન્મદિવસ ઉજવ્યો. સુઝન યંગ બ્રાઉને આયખાની સદી ફટકારી દીધી છે, પણ આ ઉંમરેય તેઓ આત્મનિર્ભર અને સક્રિય જીવન જીવી રહ્યાં છે.

અમેરિકાના ડેલાવેર સ્ટેટમાં રહેતાં સુઝન યંગ બ્રાઉને હમણાં પોતાનો 108મો જન્મદિવસ ઉજવ્યો. સુઝન યંગ બ્રાઉને આયખાની સદી ફટકારી દીધી છે, પણ આ ઉંમરેય તેઓ આત્મનિર્ભર અને સક્રિય જીવન જીવી રહ્યાં છે. આજે પણ તેઓ જાતે કાર ચલાવે છે, નિયમિત કસરત કરે છે અને પોતાનું બધું દૈનિક કામકાજ જાતે જ સંભાળે છે. તાજેતરમાં જ તેમણે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ વર્ષ 2033 સુધી રિન્યુ કરાવ્યું છે. મતલબ કે તેઓ 115 વર્ષની ઉંમર સુધી કાયદેસર રીતે કાર ચલાવી શકશે. સુઝન યંગ બ્રાઉનનો જન્મ વર્ષ 1918માં થયો હતો. વ્યવસાયે શિક્ષિકા રહી ચૂકેલાં આ દાદીમા પોતાની સક્રિય અને શિસ્તબદ્ધ જીવનશૈલી પોતાના દીર્ઘાયુનું સિક્રેટ ગણાવે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત કસરત કરવા ઉપરાંત અઠવાડિયામાં ત્રણ વખત ગ્રૂપ વર્કઆઉટમાં પણ ભાગ લે છે. આ ઉમરે પણ તેમની ઉર્જા, આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ લોકો માટે પ્રેરણાદાયી છે.

108 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવ્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.