3 વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો નિષ્કર્ષઃ રૂ. 13.30 લાખ કરોડના રોકાણ માટે 9,499 MoU

3 વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો...

વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, વરિષ્ઠ સચિવો, વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ, વિવિધ દેશોના રાજદૂતો, યુવા ઉદ્યોગ સાહસિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની ચોથી કડીનો દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. મહેસાણા, રાજકોટ અને સુરત એમ ત્રણ VGRCની સફળતા બાદ હવે મધ્ય ગુજરાતમાં દ્વિ-દિવસીય ચોથી VGRC યોજાઈ. મળતા આંકડા પ્રમાણે અત્યાર સુધી યોજાયેલી ત્રણ VGRCમાં કુલ 9,499 MoU દ્વારા અંદાજે રૂ. 13.30 લાખ કરોડનાં રોકાણો રાજ્યમાં આવ્યાં છે.

ગાંધીનગરઃ વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, વરિષ્ઠ સચિવો, વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ, વિવિધ દેશોના રાજદૂતો, યુવા ઉદ્યોગ સાહસિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની ચોથી કડીનો દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. મહેસાણા, રાજકોટ અને સુરત એમ ત્રણ VGRCની સફળતા બાદ હવે મધ્ય ગુજરાતમાં દ્વિ-દિવસીય ચોથી VGRC યોજાઈ. મળતા આંકડા પ્રમાણે અત્યાર સુધી યોજાયેલી ત્રણ VGRCમાં કુલ 9,499 MoU દ્વારા અંદાજે રૂ. 13.30 લાખ કરોડનાં રોકાણો રાજ્યમાં આવ્યાં છે.
આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટની બે દાયકાની સફળતાથી ગુજરાત ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર બન્યું છે. વડાપ્રધાન મોદીની આગવી દૂરદૃષ્ટિતાથી ભારત દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમની આ વિઝનરી લિડરશિપથી દુનિયાના દેશો ભારત સાથે વિશ્વાસુ મિત્રના ભાવથી જોડાયા છે.
વડાપ્રધાન મોદીએ ઉદ્યોગજગતના અગ્રણીઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને VGRCમાં થનારા ડિસ્કશનને ડિસિઝનમાં, આઇડિયાને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરવા મળીને આગળ વધવાનું આહવાન કર્યું હતું. રાજ્ય સરકારે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 જાહેર કરી છે, જેમાં MSME, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને નવાં ઉદ્યોગક્ષેત્રો માટે અનેક ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇન્સેન્ટિવ્સનો સમાવેશ કરાયો છે. પ્રથમ વખત ‘ચૂઝ યોર ઇન્સેન્ટિઝ’ જેવી નવી પહેલ આ પોલિસીમાં કરાઈ છે, જેમાં ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ ઇન્સેન્ટિવ પસંદ કરી શકશે. મધ્ય ગુજરાતના 10 જિલ્લાને આવરી લેતી બે દિવસીય VGRCમાં રાજ્યના આ વિસ્તારોના ઔદ્યોગિક વિકાસના નવા અવસરો અને ભાગીદારીને મંચ આપવાનું આયોજન છે.

3 વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.