BAPS ચેરિટીઝ દ્વારા 100થી વધુ શહેરોમાં 2026 સ્પિરીટ ઓફ સર્વિસ વોક-રન

યુનાઈટેડ સ્ટેટ્સThe America250ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગ્લોબલ હિન્દુ અને સાઉથ એશિયન નોનપ્રોફિટ સંસ્થા BAPS ચેરિટીઝ દ્વારા નોર્થ અમેરિકામાં સ્થાનિક સખાવતી ઉદ્દેશોના સપોર્ટમાં 100થી વધુ શહેરોમાં 2026 સ્પિરીટ ઓફ સર્વિસ વોક-રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50,000થી વધુ લોકો જોડાયા હતા. આ ઈવેન્ટ્સમાં શહેરોના પાર્ક્સ, ટાઉન સ્ક્વેર્સ અને કોમ્યુનિટી સેન્ટર્સ નાગરિક સંપર્ક તેમજ સ્વયંસેવાને ઉત્તેજન અને ગૌરવના કેન્દ્રોમાં ફેરવાયાં હતાં. America250 ઈનિશિયેટિવ અમેરિકા અને કેનેડામાં ફર્સ્ટ રિસ્પોન્ડર્સ, ફૂડ બેન્ક્સ, અને કેન્સર રિસર્ચ ગ્રૂપ્સ સહિત 90થી વધુ સંસ્થાઓ માટે લાભકારી પુરવાર થયેલ છે.

વોશિંગ્ટનઃ યુનાઈટેડ સ્ટેટ્સThe America250ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગ્લોબલ હિન્દુ અને સાઉથ એશિયન નોનપ્રોફિટ સંસ્થા BAPS ચેરિટીઝ દ્વારા નોર્થ અમેરિકામાં સ્થાનિક સખાવતી ઉદ્દેશોના સપોર્ટમાં 100થી વધુ શહેરોમાં 2026 સ્પિરીટ ઓફ સર્વિસ વોક-રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50,000થી વધુ લોકો જોડાયા હતા. આ ઈવેન્ટ્સમાં શહેરોના પાર્ક્સ, ટાઉન સ્ક્વેર્સ અને કોમ્યુનિટી સેન્ટર્સ નાગરિક સંપર્ક તેમજ સ્વયંસેવાને ઉત્તેજન અને ગૌરવના કેન્દ્રોમાં ફેરવાયાં હતાં. America250 ઈનિશિયેટિવ અમેરિકા અને કેનેડામાં ફર્સ્ટ રિસ્પોન્ડર્સ, ફૂડ બેન્ક્સ, અને કેન્સર રિસર્ચ ગ્રૂપ્સ સહિત 90થી વધુ સંસ્થાઓ માટે લાભકારી પુરવાર થયેલ છે.

આ ઈવેન્ટ્સમાં પરિવારો, ફાયર ચીફ્સ, કોંગ્રેસના સભ્યો, મેયરો અને કોમ્યુનિટી હિમાયતીઓએ ભાગ લીધો હતો. ટેક્સાસમાં સાઉથ એશિયન ડાયસ્પોરાના મુખ્ય કેન્દ્ર ગ્રેટર હ્યુસ્ટનમાં 2200થી વધુ લોકો સ્થાનિક મેન્ટલ હેલ્થ, એજ્યુકેશન અને લો એન્ફોર્સમેન્ટ ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવા સુગર લેન્ડ ટાઉન સ્ક્વેરમાં એકત્ર થયા હતા. કોંગ્રેસમેન ક્રિશ્ચિયન મેનેફી અને સુગર લેન્ડ મેયર કેરોલ મેક્કુચીઓન પણ વોલન્ટીઅર્સ સાથે જોડાયા હતા.

ડલાસમાં સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ મેટ શાહીન, ઈન્ડિયન અમેરિકન કોમ્યુનિટીના અન્ય મુખ્ય કેન્દ્ર એડિસન, ન્યૂ જર્સીમાં યુએસ કોંગ્રેસમેન ફ્રાન્ક પલોનેની આગેવાનીમાં સ્ટેટ સેનેટર પેટ્રિક ડીએગ્નાન. એસેમ્બલીમેન રોબર્ટ કારાબિન્ચાક અને જો ડેનિયલસન તેમજ એડિસન, પિસ્કાટવે અને ઈસ્ટ બ્રુન્સ્વિકના મેયરો ઈવેન્ટમાં સામેલ થયા હતા. પેન્સેલ્વિયામાં યુએસ કોંગ્રેસમેન બ્રિઆન ફિટ્ઝપેટ્રિક, સ્ટેટ સેનેટર્સ ફ્રાન્ક ફેરી અને સ્ટીવ સાન્ટારસિએરો, સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ્ઝ જિમ પ્રોકોપિઆક, અને ટિના ડેવિસ, બક્સ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની જો ખાન, કનેક્ટિકટમાં સ્ટેટ સેનેટર મેટ લેસર, સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ્ઝ જિલિયન ગિલક્રિસ્ટ અને ટોમ ડેલનિકી અને રોકી હિલના મેયર એલન સ્મિથ સ્પિરીટ ઓફ સર્વિસ વોક-રનમાં જોડાયા હતા. સેવાની હાકલો મિશિગન, જેક્સન, મિસિસિપીમાં સ્ટેટ સેનેટર્સ, મેયરો, ફાયર ચીફ્સ અને સ્તાનિક કોમ્યુનિટી અગ્રણીઓએ ઉપાડી લીધી હતી.

BAPS ચેરિટીઝ દ્વારા જેક્સન, મિસિસિપીમાં અમેરિકન કેન્સર સોસાયટી, ન્યૂ જર્સીમાં‘ કેરોલ જી સિમોન કેન્સર સેન્ટર, સવાનાહ, જ્યોર્જિયાના ફેમિલી પ્રોમિસ ઓફ ધ કોસ્ટલ એમ્પાયર સહિત કેન્સર સંશોધન, બાળકો અને ઘરવિહોણા માટેની સંસ્થાઓ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે.

BAPS ચેરિટીઝ દ્વારા 100થી વધુ શહેરોમાં 2026 સ્પિરીટ ઓફ સર્વિસ વોક-રન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.