અનંત અંબાણીનું તિરુમાલાના બાલાજીના ચરણોમાં કેશનું દાન, સુપ્રભાત સેવામાં ભાગ લીધો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવારે તિરુમાલા મંદિરમાં વેંકટેશ્વર સ્વામીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અનંત અંબાણી રવિવારે મધરાત્રે એક વાગ્યે તિરુમાલા પહોંચ્યા હતા અને ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં કેશદાન કર્યા હતા. મંદિરે આવતા ભક્તો દ્વારા કરાતું આ કેશદાન સમર્પણ અને ભક્તિનું પવિત્ર કાર્ય છે. ત્યારબાદ તેમણે 3.30 વાગ્યે સુપ્રભાત સેવામાં ભાગ લીધો, જે પ્રભુને જાગૃત કરવાની પૂજાવિધિ છે.
તિરુમાલાઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવારે તિરુમાલા મંદિરમાં વેંકટેશ્વર સ્વામીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અનંત અંબાણી રવિવારે મધરાત્રે એક વાગ્યે તિરુમાલા પહોંચ્યા હતા અને ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં કેશદાન કર્યા હતા. મંદિરે આવતા ભક્તો દ્વારા કરાતું આ કેશદાન સમર્પણ અને ભક્તિનું પવિત્ર કાર્ય છે. ત્યારબાદ તેમણે 3.30 વાગ્યે સુપ્રભાત સેવામાં ભાગ લીધો, જે પ્રભુને જાગૃત કરવાની પૂજાવિધિ છે. ભગવાન વેંકટેશ્વરના દર્શન બાદ રંગનાયકુલા મંડપમમાં વૈદિક વિદ્વાનોએ તેમને વેદ મંત્રોથી આશીર્વાદ આપ્યા હતા. તો પૂજારીઓએ તેમને શ્રીવારી તીર્થ પ્રસાદમ્ અને એક વિશેષ રેશમી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ સમયે અનંત અંબાણીના ચહેરા પર ભક્તિ અને આનંદ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
25 ઇલેક્ટ્રિક બસોનું દાન
આ પ્રસંગે અનંત અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને 25 ઇલેક્ટ્રિક બસોનું દાન આપશે. આ બસોની અંદાજિત કિંમત રૂ. 27.5 કરોડ છે. માત્ર બસ જ નહીં, આ બસ ચલાવવા માટે જરૂરી 50 ડ્રાઇવર્સના પગાર અને અન્ય તમામ લાભોની જવાબદારી પણ રિલાયન્સ કંપની ઉપાડશે. સાથે સાથે જ તેમણે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા સહયોગ આપવાની જાહેરાત પણ કરી હતી.
