ઈજિપ્તમાં 2,200 વર્ષ જૂનું ધર્મસ્થાન મળ્યું

ઈજિપ્તના ઉત્તર સિનાઈ વિસ્તારમાં પુરાતત્વવિદોએ એક અનોખા પ્રાચીન મંદિરની શોધ કરી છે. આશરે 2,200 વર્ષ પહેલા આ મંદિરને ગોળાકાર બનાવવામાં આવ્યું હતું. સંશોધકોનું માનવું છે કે, તેનો ઉપયોગ પવિત્ર જળવિધિઓ માટે થતો હશે. આ મંદિર પ્રાચીન શહેર પેલુસિયમ (આજના ટેલ એલ-ફારામા) ખાતે મળ્યું છે.
કેરોઃ ઈજિપ્તના ઉત્તર સિનાઈ વિસ્તારમાં પુરાતત્વવિદોએ એક અનોખા પ્રાચીન મંદિરની શોધ કરી છે. આશરે 2,200 વર્ષ પહેલા આ મંદિરને ગોળાકાર બનાવવામાં આવ્યું હતું. સંશોધકોનું માનવું છે કે, તેનો ઉપયોગ પવિત્ર જળવિધિઓ માટે થતો હશે. આ મંદિર પ્રાચીન શહેર પેલુસિયમ (આજના ટેલ એલ-ફારામા) ખાતે મળ્યું છે.
રસપ્રદ વાત એ છે કે, 2019માં જ્યારે આ પ્રાચીન સ્થળનો એક નાનકડો ભાગ ખુલ્લો થયો ત્યારે તેને નગરસભા કે કોઈ જાહેર ઈમારત માનવામાં આવી હતી. પરંતુ, સંપૂર્ણ ખોદકામ બાદ તે ધાર્મિક સ્થળ હોવાનું ખૂલ્યું છે.
મંદિરના કેન્દ્રમાં વિશાળ ગોળ તળાવ અને જળકુંડ મળી આવ્યાં છે. તેની વચ્ચે એક ચોરસ આધાર મળ્યો છે. જયાં, સંભવત સ્થાનિક દેવતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હશે. પુરાતત્વવિદોને અહીં પાણીની નહેરો, જળાશયો અને નાઈલ નદી સાથે જોડાયેલી જળવ્યવસ્થાના અવશેષો પણ મળ્યા છે. સંશોધકો માને છે કે, અહીં પાણીને કેન્દ્રમાં રાખીને ધાર્મિક વિધિઓ યોજાતી હતી. પ્રાચીન ઈજિપ્તમાં નાઈનલ નદીને જીવન, સમૃદ્ધિ અને પુનર્જન્મનું પ્રતીક માનવામાં આવતી હતી.
