કિંગ ચાર્લ્સે 2024-25ના નાણાકીય વર્ષમાં 12.9 મિલિયન ટેક્સ ચૂકવ્યો

શાહી પરિવારના ઇતિહાસમાં પ્રથમ વખત તેમના દ્વારા ચૂકવાતા ટેક્સની માહિતી જાહેર કરાઇ છે. કિંગ ચાર્લ્સે શાહી પરિવારની નાણાકીય બાબતોમાં વધુ પારદર્શિતાના હેતુથી પોતાના ટેક્સ બિલની વિગતો જાહેર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ પોતાની ટેક્સ ચૂકવણી સાર્વજનિક કરનારા દેશના પ્રથમ બ્રિટિશ સમ્રાટ બન્યા છે.

લંડનઃ શાહી પરિવારના ઇતિહાસમાં પ્રથમ વખત તેમના દ્વારા ચૂકવાતા ટેક્સની માહિતી જાહેર કરાઇ છે. કિંગ ચાર્લ્સે શાહી પરિવારની નાણાકીય બાબતોમાં વધુ પારદર્શિતાના હેતુથી પોતાના ટેક્સ બિલની વિગતો જાહેર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ પોતાની ટેક્સ ચૂકવણી સાર્વજનિક કરનારા દેશના પ્રથમ બ્રિટિશ સમ્રાટ બન્યા છે. તાજેતરમાં જાહેર થયેલા શાહી નાણાકીય હિસાબો અનુસાર કિંગ ચાર્લ્સે નાણાકીય વર્ષ 2024-25 માટે 12.9 મિલિયન પાઉન્ડ ટેક્સ પેટે ચૂકવ્યા હતા.

કિંગ ચાર્લ્સ આ નાણાકીય વર્ષ દરમિયાન દેશના ટોચના 100 કરદાતાઓની યાદીમાં સામેલ હતા. સપ્ટેમ્બર 2022 માં ગાદી પર આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં તેમણે કુલ 30 મિલિયન પાઉન્ડથી વધુનો ટેક્સ ચૂકવ્યો છે.

બીજી તરફ, પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ વિલિયમે પણ વેલ્સના પ્રિન્સ બન્યા બાદ કરવેરામાં 20 મિલિયન પાઉન્ડથી વધુનું યોગદાન આપ્યું છે. વર્ષ 2024-25માં તેમણે  ટેક્સ પેટે 7.76 મિલિયન પાઉન્ડ ચૂકવ્યા છે.

પ્રિન્સ વિલિયમ ડાર્ટમૂર પ્રિઝનના ભાડાની 1.5 મિલિયન પાઉન્ડ પ્રતિ વર્ષની આવક જતી કરશે

પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમે 2026-27ના વર્ષથી બંધ કરાયેલી ડાર્ટમૂર પ્રિઝનના ભાડાની 1.5 મિલિયન પાઉન્ડની આવક જતી કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ડચી ઓફ કોર્નવોલની આવકમાંથી આ રકમ હટાવી તેનો ઉપયોગ લોકલ કોમ્યુનિટી માટે કરવા વિનંતી કરી છે.

કિંગ ચાર્લ્સે 2024-25ના નાણાકીય વર્ષમાં 12.9 મિલિયન ટેક્સ ચૂકવ્યો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.