કેન્સર સામેની લડત બાદ નફીસા અલીનું 11 હજાર ફૂટની ઉંચાઇ પર ટ્રેકિંગ
નફીસા અલીની ઓળખ બોલિવૂડનાં એક ઉમદા અભિનેત્રી તરીકે છે. તાજેતરમાં કેન્સરની સારવાર દરમિયાન મળેલી નવી જિંદગીને તેઓ ખુલીને જીવી રહ્યા છે. સર્જરી પછી નવજીવનનો અહેસાસ કરી રહ્યા છે.
નફીસા અલીની ઓળખ બોલિવૂડનાં એક ઉમદા અભિનેત્રી તરીકે છે. તાજેતરમાં કેન્સરની સારવાર દરમિયાન મળેલી નવી જિંદગીને તેઓ ખુલીને જીવી રહ્યા છે. સર્જરી પછી નવજીવનનો અહેસાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના પરિવાર સાથે 11 હજાર ફુટની ઊંચાઇએ ટ્રેકિંગ કરીને તેના વીડિયો શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઇ શકાય છે. આમ તો કેન્સર જેવી બીમારીનું નામ સાંભળીને જ મોટા ભાગના લોકો હાર માની લેતા હોય છે પરંતુ નફીસા અલીની વાત અલગ છે. તેઓ જીવનની એક સૌથી મોટી ચેલેન્જ માનીને આગળ વધી રહ્યા છે. 69 વર્ષની ઉંમરે નફીસા એવા કાર્યો કરી રહ્યા છે કે યુવાનો પણ તે કામ કરતા એકવાર વિચાર કરતા હોય છે. નફીસા અલીને વર્ષ 2018માં સ્ટેજ-4 પેરિટોનિયલ એન્ડ ઓવેરિયન કેન્સર થયું હતું. તે વર્ષે જ તેઓ સાજા થઇ ગયા હતા, પરંતુ થોડા સમય પછી કેન્સરે ઉથલો માર્યો. તે પછી કીમોથેરપીથી સારવાર શરૂ થઇ. વર્તમાનમાં નફીસા દીકરી અને જમાઇ સાથે શાનદાર ટ્રિપ પર જઇ આવ્યા છે, અને સહુ કોઇ માટે પ્રેરણાનો પથ કંડારતા આવ્યા છે.
