ક્લાઇમેટ ચેન્જ, માનવજાત પરનું સૌથી ગંભીર સંકટ

સમગ્ર વિશ્વમાં આબોહવામાં જોવા મળી રહેલા પરિવર્તને ફરી એકવાર માનવજાત પર તોળાઇ રહેલા ગંભીર જોખમને ઉજાગર કરી દીધું છે. આજે વિશ્વના તમામ દેશો ક્લાઇમેટ ચેન્જના વરવા અને ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યાં છે. જૂનના છેલ્લા સપ્તાહમાં યુકે સહિત સમગ્ર યુરોપમાં નોંધાયેલી વિક્રમજનક ગરમીએ દાયકાઓથી વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદ્દો દ્વારા જે ક્લાઇમેટ ચેન્જની ચેતવણીઓ આપવામાં આવી રહી હતી તેને સચોટ ઠેરવી દીધી છે. અત્યાર સુધી ક્લાઇમેટ ચેન્જને ભવિષ્યની સમસ્યા તરીકે મૂલવાતો હતો પરંતુ હવે આ ગંભીર સંકટ ચરમ પર પહોંચી રહ્યું છે. અભૂતપૂર્વ ગરમીના મોજાથી લઈને સમગ્ર સમુદાયોને વિસ્થાપિત કરતા ભયાનક વાવાઝોડાઓ સુધી પૃથ્વી પરનું સંકટ હવે સામે દેખાઈ રહ્યું છે. અહીં સવાલ એ  છે કે બચાવની છેલ્લી તક હાથમાંથી સરકી જાય તે પહેલાં માનવજાત આ પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી શકશે કે કેમ...

ઔદ્યોગિક ક્રાંતિ પછીના વર્ષોમાં ફોસિલ ફ્યુઅલ પર નિર્ભરતાએ પર્યાવરણનું નિકંદન કાઢી નાખ્યું છે. માનવીની જમીન અને ખનીજોની ભૂખે જંગલોનો વિનાશ વેરી નાખ્યો છે. વૈશ્વિક ગ્લોબલ સમિટ્સમાં જાહેર કરાતાં મોટા મોટા ઘોષણાપત્રો અને નેટ ઝીરો લક્ષ્યાંકો હાંસલ કરવાના આહવાનો ક્લાઇમેટ ચેન્જ અટકાવવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે. વિશ્વના દરેક દેશને તેનું આર્થિક એન્જિન ધમધમતું રાખવું છે પરંતુ તેની સામે થઇ રહેલા કાર્બન ઉત્સર્જનને કારણે પર્યાવરણને થતાં નુકસાનની કોઇએ ચિંતા કરી નથી. વધી રહેલી માનવવસતી અને તેના કારણે વધતી ઉર્જા જરૂરીયાતોએ પર્યાવરણનું ધનોત પનોત કાઢી નાખ્યું છે.
વર્લ્ડ વેધર એટ્રિબ્યુશનના તાજેતરના અભ્યાસ અનુસાર તાજેતરમાં યુરોપમાં જોવા મળેલો હીટવેવ ક્લાઇમેટ ચેન્જ વિના બિલકુલ અશક્ય હતો. આ પ્રકારનો હીટવેવ 50 વર્ષ પહેલાં આવવો અશક્ય હતો. 20 વર્ષ પહેલાંની સરખામણીમાં હીટ વેવની સંભાવનાઓમાં 200 ગણો વધારો થઇ ગયો છે. અભ્યાસ અનુસાર રાત્રિનું તાપમાન પણ ઊંચુ ગયું છે. 1976ના હવામાનની સરખામણીમાં દિવસના તાપમાનમાં સરેરાશ 3.5 ડિગ્રીનો વધારો થઇ ગયો છે. યુરોપના 30 દેશના 850 શહેરમાંથી 45 ટકા શહેરમાં ગરમી અને ભેજનું પ્રમાણ રેકોર્ડ સ્તરે નોંધાયું હતું. ક્લાઇમેટ ચેન્જની સૌથી ગંભીર અસર યુરોપમાં વર્તાઇ રહી છે. યુરોપમાં 1980ના દાયકાની વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે તાપમાન વધી રહ્યું છે.
યુરોપને દઝાડી રહેલો વર્તમાન હીટવેવ માનવ ઇતિહાસનો સૌથી ગંભીર અને વ્યાપક કુદરતી પ્રકોપ બની રહ્યો છે. વૈજ્ઞાનિકો હવે સ્વીકારી રહ્યાં છે કે ફોસિલ ફ્યુઅલને કારણે સર્જાયેલી પર્યાવરણીય કટોકટી જ આજની સ્થિતિ માટે જવાબદાર છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સતત વધારાના કારણે આત્યંતિક ગરમી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. 2003માં પણ યુરોપે આકરા હીટવેવનો સામનો કર્યો હતો પરંતુ તે સમયે ગ્લોબલ વોર્મિંગનું સ્તર ઓછું હોવાના કારણે હીટવેવ વર્તમાન કરતાં 2 ડિગ્રી સેન્ટિગ્રેડ ઓછો રહ્યો હતો. 1976ના હીટવેવ સમયે આ તાપમાન 3.5 ડિગ્રી સેન્ટિગ્રેડ ઓછું હતું. છેલ્લા 50 વર્ષમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.1 ડિગ્રી સેન્ટિગ્રેડ વધી ગયું છે તેના કારણે હીટવેવના દિવસો પણ લંબાઇ રહ્યાં છે.
હવે માનવજાતે તાકિદે કુદરતનું શોષણ કરવાનું બંધ કરવું પડશે. પર્યાવરણને પહોંચેલા નુકસાનને ભરપાઇ કરવા ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો તરફ આગળ વધવું પડશે. સોલર અને વિન્ડ એનર્જી સહિતના રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોને ઝડપથી અપનાવવા પડશે. કોલસો, પેટ્રોલ, ડીઝલ અને
ગેસ પરની નિર્ભરતા બને તેટલી હદે ઘટાડવી પડશે. જો તાકિદના પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આનાથી ભયાનક સ્થિતિનો સામનો કરવો પડશે.
હવે આપણે વિચારવાનું છે કે આગામી પેઢીને વારસામાં કેવા પ્રકારની દુનિયા આપવા માગીએ છીએ. સમય માત્ર વીતી નથી રહ્યો પરંતુ ખૂબ ઝડપથી ભાગી રહ્યો છે. આબોહવા કટોકટીને
આધુનિક સમાજના અસ્તિત્વ માટેના સૌથી મહત્વપૂર્ણ અને તાત્કાલિક કાર્ય તરીકે જોવાનો સમય આવી ગયો છે.

ક્લાઇમેટ ચેન્જ, માનવજાત પરનું સૌથી ગંભીર સંકટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.