ગુજરાતી અસ્મિતાને સાર્થક કરતો ગુજરાત સમાચારનો ‘શબ્દસેતુ’

થોડા સમય બાદ ફરી મિત્રો, સ્નેહીઓ અને આપણા ગુજરાતી અગ્રણીઓ ઉપરાંત વાંચકોની ઇચ્છાપૂર્તિ કરતા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં આપનું સ્વાગત છે. 25 જૂને ગુરુવારે આયોજિત ‘સોનેરી સંગત’માં આપણી માટીનું ઋણ અદા કરવાના સંકલ્પરૂપે સંસ્કારવાહિની ગુજરાતી ભાષા અંગેનો વિષય શબ્દસેતુ પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે પસંદ કર્યો. સી.બી. પટેલે કહ્યું કે, આપણી ગુજરાતી અસ્મિતાનો ટહૂકો આપણી માતૃભાષા ગુજરાતી છે અને તેની સેવા કરવી આપણી ફરજ છે.
સી.બી. પટેલે આગળ કહ્યું કે, બ્રિટનમાં 50થી 60 વર્ષમાં એક અલગ ગુજરાત વસી ગયું છે. આ અદકેરા ગુજરાતને આગળ વધારવામાં અહીં આવીને વસેલા લોકોમાં કેટલાક કવિઓ, લેખકો, વિચારકો, સમાજસેવકો, સંત-મહાત્માઓ, સમાજનું ઘડતર કરનારી માતાઓ અને વડીલોના વૈચારિક – સામાજિક ક્રાંતિમાં તેમના આપેલા સહયોગને હું વંદન કરું છું. ગુજરાતી ભાષાની સેવામાં આ તમામ લોકોએ કામ કર્યું તેમાં પંકજભાઈ વોરાનું નામ અગ્રહરોળમાં આવે છે. આજે તેમની વિરાસતના વારસ અને સંસ્કારયાત્રાના સહપ્રવાસી તેમનાં પત્ની ભારતીબહેન વોરા આપણા કાર્યક્રમનું સંચાલન કરી રહ્યાં છે.

કાર્યક્રમની ધુરા સંભાળતાં ભારતીબહેન વોરાએ કહ્યું, ટેક્નોલોજીએ અંતરોને નાનાં બનાવી દીધાં છે. વિવિધ સમયક્ષેત્રોમાં હોવા છતાં આપણે એકબીજાની નજીક આવી રહ્યા છીએ. એ જ ભાવનાથી ગુજરાત સમાચાર વર્ષોથી પોતાના વાંચકો અને દર્શકો સાથે જોડાયેલું રહ્યું છે. ગુજરાત સમાચારે માત્ર અખબાર ન રહી - સમાચાર, સાહિત્ય, સંસ્કૃતિ, વિચારવિમર્શ, સામાજિક જાગૃતિ અને વૈશ્વિક ગુજરાતી સમાજને જોડી રાખવાનું જીવંત માધ્યમ તરીકે ભૂમિકા ભજવી છે, જેના દ્વારા તે જ્ઞાન, માહિતી અને સંવાદનો સતત પ્રવાહ પહોંચાડતું રહ્યું છે. આજનો કાર્યક્રમ પણ આ જ પરંપરાની સુંદર કડી છે - ‘શબ્દસેતુ - બ્રિટનથી ગુજરાત સુધી’.
આજે આપણે એવા વિદ્વાન અને સાહિત્યસાધકને મળીશું, જેમણે શબ્દોના માધ્યમથી બે ભૂમિ, બે સંસ્કૃતિ અને બે પેઢીઓને જોડવાનું અનોખું કાર્ય કર્યું છે અને તે છે બળવંતભાઈ જાની. તેમણે શિક્ષણક્ષેત્રે કાર્ય કરતાં પ્રાધ્યાપક, ફેકલ્ટી, ડીન, કુલપતિ NCTE (નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન)ના ચેરમેન, IIT ટાસ્કફોર્સ કમિટીના સભ્ય અને વિદેશની યુનિવર્સિટીઓના મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી છે. તેઓ જ્ઞાનપીઠ એવોર્ડ સમિતિના ગુજરાતી ભાષાના કો.ઓર્ડિનેટર, સેન્ટ્રલ યુનિવર્સિટી - સાગરના કુલાધિપતિ અને ઉદયપુરની જનાર્દનરાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠના કુલાધિપતિ અને ચાન્સેલર પદે રહી ચૂક્યા છે.
આજથી 5 દાયકા પહેલાના બ્રિટનમાં સર્જાયેલું ગુજરાતી સાહિત્ય વિખરાયેલા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હતું. આ સમગ્ર સાહિત્ય સર્જનના દસ્તાવેજીકરણને લગતો કોઈ પ્રકલ્પ હાથ ધરાયો જ નહોતો. અનેક સાહિત્યકારોની કૃતિઓ સ્વતંત્ર પુસ્તકો તરીકે તો ઉપલબ્ધ હતી, પરંતુ સમગ્ર ડાયસ્પોરિક સાહિત્ય તરીકેની સંકલિત ઓળખ ઊભી થઈ શકી નહોતી. આવા સમયે બળવંતભાઈએ અથાક પરિશ્રમ કરી આ સાહિત્ય સમયની ગર્તામાં ધકેલાય તે પહેલાં આ સાહિત્યને એક નવું રૂપ આપ્યું. આ બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સંચય શ્રેણીમાં 13 બ્રિટિશ ગુજરાતી સર્જકોની રચનાઓનાં સંચયો અને 3 સ્વરૂપલક્ષી સંગ્રહો પ્રકાશિત થયા.
બળવંતભાઈ જાનીઃ સી.બી.એ શબ્દસેતુ શીર્ષક સાથે નવેસરથી જે રીતે પ્રયોગ કર્યો છે તે બદલ ખૂબ ધન્યવાદ. મેં જે ડાયસ્પોરાનો યજ્ઞ શરૂ કર્યો હતો, તેમાં સી.બી. પટેલ ખૂબ મદદરૂપ થતા હતા. કવિઓ, લેખકો, વાર્તાકારોની મને ક્યાંયથી નોંધ નહોતી મળી રહી, જો કે સી.બી. પટેલે મને ગુજરાત સમાચારની ફાઇલ જોવા માટે આમંત્રણ આપતાં કહ્યું હતું કે, આ ફાઇલથી તમને લગભગ તમામ વાર્તાકારો, કવિઓ, નિબંધકારો અંગે ખબર પડી જશે. સી.બી.ની આ ડિજિટલ ફાઇલના આધારે જ મેં એક પુસ્તક તૈયાર કર્યું, ‘બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા વાર્તાધારા.’ 53 વાર્તાકારોની મેં 60 વાર્તાઓ એકત્ર કરી અને એ આખું પુસ્તક મેં સી.બી. પટેલને અર્પણ કર્યું છે. ત્યાર બાદ બીજું પુસ્તક પણ કર્યું ‘બ્રિટિશ ગુજરાતી કાવ્યધારા’, જેમાં બ્રિટનમાં વસતા 71 કવિઓની 168 રચનાઓને સંપાદિત કરાઈ છે.
આ બંને પુસ્તક બાદ ત્રીજું પુસ્તક પ્રકાશિત કર્યું ‘બ્રિટિશ ગુજરાતી નિબંધધારા.’ આ નિબંધધારામાં લોર્ડ મેઘનાદ દેસાઈ, નવનીત ધોળકિયા, ભીખુ પારેખ જેવા 63 નિબંધકારોની 100 કૃતિ સંપાદિત કરવામાં આવી. આ સમયે ગુજરાતી સમાજ, સંશોધકો અને અભ્યાસીઓને ખ્યાલ આવ્યો કે, બળવંતભાઈએ બ્રિટનમાં વસતા ગુજરાતી સાહિત્યકારોની આખી એન્થોલોજી સુલભ કરી આપી. એટલું જ નહીં ભાનુશંકર ઓધવજી વ્યાસ, બળવંત નાયક, જગદીશ દવે જેવા લેખકોની ઘણીબધી રચનાઓ, નવલકથાઓ અને વાર્તાઓને એકત્ર કરી એનો પણ સંચય કર્યો.
દરવર્ષે બ્રિટનમાં જગદીશભાઈના ઘરે રહેવાનું થાય. આ સમયે તેમણે મને લગભગ તમામ કવિઓનો સંપર્ક કરાવ્યો. આ રોકાણ દરમિયાન જગદીશભાઈ દવે અને સી.બી. પટેલ બાદ પંકજભાઈ વોરાએ મને ખૂબ જ મદદ કરી. આ સમયે મને જણાયું કે, ભારતીબહેન પણ કવિતાઓ લખે છે પણ ક્યાંય ગ્રંથસ્થ થઈ નથી, જે બાદ મેં તે બધી રચનાઓ મેળવી અને કવિતા સંચય કર્યો.
અહીં આવતાં દેવીબહેન, પ્રતિભાબહેન સહિતના લોકો એકત્ર થતા અને સાહિત્ય અંગેની ગોષ્ઠિઓ થતી હતી. સી.બી. પટેલના કારણે વિપુલભાઈ, જગદીશભાઈ દવે, વલ્લભ નાંઢા અનેક લોકોને મળવાનું થતું. લેસ્ટરમાં ગોઠવે તો અદમભાઈ ટંકારવી, અહમદભાઈ જેવા મિત્રોનો એટલો બધો સહયોગ મળ્યો કે બ્રિટનના સાહિત્યકારોની અનેક કૃતિઓ હું એકત્ર કરી શક્યો. આમ પ્રથમ વખત ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ખ્યાલ આવ્યો કે બ્રિટનમાં રહેતાં ગુજરાતી સાહિત્ય ઘણું મહત્ત્વનું અને ઉપયોગી છે. ડાહ્યાભાઈ પટેલ વારંવાર મારા વાર્તાલાપ ગોઠવે, જેમની વાર્તાઓ, નવલકથાઓ પર પીએચડી થિસીસ થયાં. વલ્લભ નાંઢાની વાર્તાઓના અંગ્રેજી અનુવાદ કરાવાયા. જગદીશભાઈ દવેના કામ પર પણ અનેક પુસ્તકો થયાં, સેમિનાર થયાં. આ સમયે લોકોને ખ્યાલ આવ્યો કે, બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ જેવા મહત્ત્વના સાહિત્યકારો વિશે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પૂરી નોંધ નથી.
એટલું જ નહીં વર્ષોથી પત્રકાર એવા વિપુલભાઈ અને સી.બી. પટેલના પત્રકારત્વના નિબંધોનાં પુસ્તકો કર્યાં. આમ વિપુલભાઈના પત્રકારત્વના નિબંધો પ્રથમ વખત ગુજરાતીમાં ગ્રંથસ્થ થયા અને ગુજરાતી સાહિત્યમાં પત્રકાર તરીકે નહીં, નિબંધલેખક તરીકે તેમને માન્યતા મળી અને તમારા કામને સાહિત્યિક પત્રકારત્વમાં ડાયસ્પોરા જર્નાલિઝમ તરીકે એક મહત્ત્વના પ્રકરણરૂપે માન્યતા મળી. પત્રકારરૂપે તમે ઉપાડેલાં વિવિધ અભિયાનો અને ઝુંબેશોના કારણે સમાજને ઉપયોગી પરિવર્તન આવ્યાં, જેના કારણે બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા જર્નાલિઝમમાં તમારો ફાળો અવિસ્મરણીય બની રહ્યો. મહિલા રચનાકારો ભદ્રાબહેન વડગામા અને ભારતીબહેન વોરાની રચનાઓનો જ્યારે સંગ્રહ થયો ત્યારે દુનિયાએ જોયું કે બ્રિટિશની મહિલા સાહિત્યકારોનું પણ મોટું કદ અને મોટો વૃંદ છે, જેમાં આ બે સશક્ત મહિલાઓનો પણ મોટો ફાળો છે.
કાર્યક્રમમાં આગળ જતાં બળવંતભાઈ જાનીએ ડો. જગદીશભાઈ દવેને આમંત્રણ આપતાં તેમની સુંદર રચના રજૂ કરવા આમંત્રણ આપ્યું. આ આમંત્રણને માન આપતાં જગદીશભાઈએ કહ્યું કે, 24 જુલાઈ 1984ના રોજ હું 6 મહિના લંડન માટે આવ્યો હતો. આ સમયે મેં સૌપ્રથમ કવિતા લખી હતી તે છે - મેઘધનુષના સપ્તરંગ.
(ડો. જગદીશભાઇ દવેની સંપૂર્ણ કવિતા વાંચો આગામી અંકમાં...)
જગદીશભાઈની સુંદર કવિતા સાંભળ્યા બાદ બળવંતભાઈએ અનેક ક્ષેત્રે કાર્યરત્ રહી ચૂકેલાં ભદ્રાબહેન વડગામાને આમંત્રણ આપતાં કહ્યું, બ્રિટનના સમાજનું, સંસ્કૃતિનું અને શિક્ષણનું તેમની પાસેનું ચિત્ર રજૂ કરતી તેમની કવિતાઓ અને વાર્તાઓમાં તેમના અનુભવનો નિચોડ મળી આવે છે.
આ સાથે બળવંતભાઈએ ભદ્રાબહેનને તેમની એક સુંદર રચના રજૂ કરવા નિમંત્રણ આપ્યું.
ભદ્રાબહેન વડગામાઃ હું યુનિવર્સિટીમાં હતી ત્યારે ડિગ્રી કોર્સમાં ઇંગ્લિશ લિટ્રેચરનો અભ્યાસક્રમ હતો. આ લિટ્રેચર બ્રિટિશ રાઇટર્સનું હતું. પછી જ્યારે યુગાન્ડાને સ્વતંત્રતા મળી ત્યારે એ કોર્સ બન્યો લિટ્રેચર ઇન ઇંગ્લિશ, જેથી ભારત અને આફ્રિકા સહિત વિશ્વભરના લેખકોને તેમાં સમાવી શકાય.
તમે જે ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરિક લિટ્રેચર તેના પ્રાધ્યાપક તરીકે જે કાર્ય કર્યું છે અને યુવાનોને સંશોધન માટે અમારું સાહિત્ય રજૂ કરાવ્યું છે તે બદલ એક લાઇબ્રેરિયન તરીકે આપનો આભાર માનું છું. આ સાથે ભદ્રાબહેને પાબ્લો નેરુદાનું કાવ્ય ‘કીપિંગ ક્વાઇટ’ ગુજરાતીમાં રજૂ કર્યું, ‘હવે આપણે એકથી બાર સુધી ગણીશું.’
ભદ્રાબહેન પાસેથી પાબ્લો નેરુદાનું કાવ્ય સાંભળ્યા બાદ બળવંતભાઈએ બહુમુખી પ્રતિભાના ધની વલ્લભભાઈ નાંઢાને આવકાર આપતાં કહ્યું, વલ્લભભાઈએ વાર્તા, નિબંધ, કવિતા ઉપરાંત આત્મકથાની રચના કરી, જેનું પ્રકાશન થયું. વાર્તાકાર અને નવલકથાકાર તરીકે તેમણે તેમના કાર્ય થકી બ્રિટિશ અને ગુજરાતી સમાજની સમસ્યાઓને સુપેરે વર્ણવી છે.
વલ્લભભાઈ નાંઢાઃ મારી સૌપ્રથમ વાર્તા ‘ભણેલી વહુ’ વર્ષ 1958માં પ્રકાશિત થઈ અને તે બાદ 17 જેટલી વાર્તા આફ્રિકા સમાચાર, નવયુગ જેવાં અખબારો અને અન્ય માસિકોમાં છપાઈ. વર્ષ 1969માં યુકેમાં આવ્યા ત્યારે આ ફાઇલો ગુમ થઈ ગઈ, જેનો આજદિન સુધી પત્તો નથી. એ સમયે અહીં ક્યાંય ભારતીય અખબારો નહોતાં મળતાં. આમ વાંચનસામગ્રીના અભાવના કારણે વાર્તા લખવાનું બંધ જ થઈ ગયું હતું.
જો કે પ્રકાશના કિરણની જેમ 1972માં ગુજરાત સમાચાર શરૂ થયું અને અવારનવાર તેમના કાર્યાલયે જવાનો અને સી.બી. પટેલ સાથે મુલાકાતનો અવસર સાંપડ્યો. અહીં સી.બી. દ્વારા મને તક અપાઈ અને તેમના દિવાળી અંકોમાં મારાં કાવ્યો છાપ્યાં. જો કે તે વિષય મને ફળ્યો નહીં અને મેં ફરી વાર્તાલેખનમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. મારા આ લેખનકાર્યને સી.બી. પટેલ દ્વારા પૂર્ણ સમર્થન અપાયું અને વર્ષ 1984થી આજ સુધીના તમામ દિવાળી અંકોમાં મારી વાર્તાને અચૂક સ્થાન આપ્યું છે. મારા ‘દરિયાપારનું દૃષ્ટિબિંદુ’ પુસ્તકનું વિમોચન ગુજરાત સમાચારના નેજા હેઠળ જ થયું હતું.
વલ્લભભાઈ નાંઢા પાસેથી તેમના સાહિત્યસર્જનના ખાટા-મીઠા અનુભવ જાણ્યા બાદ બળવંતભાઈએ શબ્દશિલ્પી ભારતીબહેન પંકજભાઈ વોરાને આમંત્રણ આપતાં તેમની રચના સંભળાવવા આગ્રહ કર્યો.
ભારતીબહેન વોરાઃ હું આજે એવી કવિતા સંભળાવું છું, જે માત્ર વર્ણન નહીં પણ એક નિવાસ છે, જ્યાં હું પોતાની સાથે ફરી રહી છું. આ કાવ્યમાં મારી વ્યથા નહીં પણ જીવનની ફિલોસોફી છે. કવિતાનું શીર્ષક છે ‘મારી કવિતા’.
મારી કવિતા સૂરજની જેમ રોજરોજ નથી જાગતી અને ઝબકતી પણ, વર્ષાની જેમ મોસમનો મલાજો રાખી અવસરના કરજને ચૂકવે છે...
મારી કવિતા ફરતી પવનચક્કી નથી પણ સાતત્યની હવાનો અહેસાસ છે.
તેનું એક ડૂસકું નાયગ્રાના ધોધને ચૂપ કરી દે છે અને એનું એક સ્મિત જિંદગીના ઇન્દ્રધનુષ્યને ખુશી ઉધાર આપે છે.
મારી કવિતા... મારી કવિતા...
મારી કવિતા ચેલ્સી ફ્લાવર શોનો કલશોર નથી, પણ આંગણાના તુલસીક્યારાની પહેચાન છે. તેમાં પુનરાવર્તન અને આવનારા સમયનાંએંધાણ છે
મારી કવિતા બિગ બેનના ટાવરનો શાહી ડંકો નથી; તે અનામ, અપ્રગટ, અક્ષત ક્ષણની સરગમ છે. એમાં ડૂબેલા ચાંદની અલવિદા છે અને ખિલનારા સૂરજનું સ્વાગતમ...
ભારતીબહેન દ્વારા સુંદર કવિતાના મંચન બાદ સી.બી. પટેલે કહ્યું કે, ‘સોનેરી સંગત’ની નવી શૃંખલામાં આપણે ઘણું નવું કરવાનું છે. પંકજભાઈની પરંપરાને આપણે આગળ લઈ જવાની છે. આજની સાહિત્ય ગોષ્ઠિમાં બળવંતભાઈએ જે રીતે સૌને સામેલ કર્યા તે બદલ હું તેમનો અને હાજર સૌકોઈનો આભારી છું.