ચાર રાજ્યોમાં ચૂંટણી કાર્ડ ધરાવતા પ્રકાશ રાજ સામે વોરન્ટ

બેંગાલૂરુની 48મી એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક કરતાં વધારે મતદાર ઓળખપત્રો ધરાવવાના કેસમાં દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજ સામે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડ્યું છે. પ્રકાશ રાજને આ કેસમાં અગાઉ બે વાર સમન્સ જારી કરાયાં હતાં પણ આરોપી પ્રકાશ રાજે અદાલત સમક્ષ હાજર થયો નહોતો.

2019માં એડવોકેટ દિલીપ કુમારે હાલાસુરૂ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે પ્રકાશ રાજ કર્ણાટક, તમિલનાડુ અને તેલંગણા સહિત ચાર રાજ્યોમાં મતદાર ઓળખપત્રો ધરાવે છે. જો આ ફરિયાદ પુરવાર થાય તો ચૂંટણીના નિયમોનો ગુનાહિત ભંગ છે. દિલીપ કુમારે નોંધાવેલી ફરિયાદ પર પોલીસે પગલાં ન ભરતાં તેમણે પોલીસ કમિશનર અને ચૂંટણી પંચ સમક્ષ પણ ફરિયાદ કરી હતી, પણ તેમને કશેથી પ્રતિસાદ ન મળતાં તેમણે કોર્ટમાં અરજી કરી હતી.
ચૂંટણી પંચના નિયમો અનુસાર કોઇપણ નાગરિક દેશના એક રાજ્યમાં એક જ મતદાર ઓળખપત્ર ધરાવી શકે. એક કરતાં વધુ ચૂંટણી ઓળખ કાર્ડ ગંભીર ગુનો ગણાય છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રકાશરાજ પાસે એક કરતાં વધારે મતદાર ઓળખપત્રો હોઇ આ જોગવાઇનો ભંગ થયો છે.

ચાર રાજ્યોમાં ચૂંટણી કાર્ડ ધરાવતા પ્રકાશ રાજ સામે વોરન્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.