છેલ્લા 35 વર્ષમાં અમીર દેશોને ઇમિગ્રેશનથી મોટો આર્થિક લાભ થયોઃ સ્ટડી
આગામી સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બેંકની એક મહત્વની કોન્ફરન્સમાં રજૂ થનારા સંશોધન મુજબ છેલ્લા 35 વર્ષોમાં સૌથી વધુ ઇમિગ્રેશન દર ધરાવતા સમૃદ્ધ દેશોએ મોટો આર્થિક લાભ મેળવ્યો છે અને તેમાંથી ઘણા દેશો હજી પણ વધુ શ્રમિકોને સમાવી શકે તેમ છે.
લંડનઃ આગામી સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બેંકની એક મહત્વની કોન્ફરન્સમાં રજૂ થનારા સંશોધન મુજબ છેલ્લા 35 વર્ષોમાં સૌથી વધુ ઇમિગ્રેશન દર ધરાવતા સમૃદ્ધ દેશોએ મોટો આર્થિક લાભ મેળવ્યો છે અને તેમાંથી ઘણા દેશો હજી પણ વધુ શ્રમિકોને સમાવી શકે તેમ છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના સમૃદ્ધ દેશોના ડેટા પર આધારિત આ અભ્યાસમાં જણાવાયું છે કે, વિપરીત રાજકીય દાવાઓ છતાં ઇમિગ્રન્ટ્સના આગમનથી આર્થિક વૃદ્ધિ અને ઉત્પાદકતા બંનેમાં તીવ્ર વધારો થયો છે, જેમાંથી મોટાભાગના ઇમિગ્રન્ટ્સ ઉચ્ચ કુશળતા ધરાવતા હતા.
યુકેમાં કુલ વસ્તીમાં ઇમિગ્રન્ટ્સનો હિસ્સો 10 ટકા વધ્યો છે, જે દર્શાવે છે કે કુલ 60% ના આર્થિક વધારામાંથી આશરે 19% વૃદ્ધિ ઇમિગ્રેશનને આભારી છે. ઇમિગ્રેશનના આ ફાયદાઓ પ્રવાહ વધવાની સાથે ઓછા થતા નથી. કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના અનુભવો દર્શાવે છે કે ઉત્પાદકતા અને રોકાણ પર નકારાત્મક અસર વગર હજી પણ વધુ પ્રમાણમાં શ્રમિકોને સમાવી શકાય તેમ છે.
