પરિવારોને બરબાદ કરતા સ્ક્રીન ટાઇમ પર લગામની જરૂર

ટેકનોલોજીનો વિકાસ સુવિધાઓની સાથે સાથે સમસ્યાઓ પણ લઇને આવે છે. આજે તમે કોઇપણ ઘરમાં પ્રવેશો તો ત્યાં તમને અકળાવનારી શાંતિની અનુભૂતિ થશે. એમ લાગશે કે પરિવારના સભ્યો જાણે કે ભૂતિયા ચહેરાઓનો જમાવડો માત્ર છે. તેમના શરીરો હાજર છે પરંતુ તેમના મનો વચ્ચે માઇલોનું અંતર છે. આ સ્થિતિનું નિર્માણ સ્ક્રીન ટાઇમના દુષણનું પરિણામ છે. વિશ્વના દેશો બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની દિશામાં આગળ વધી રહ્યાં છે પરંતુ મોટેરા અને વડીલો પણ તેમના મોબાઇલ ફોનમાં એટલા જ રચ્યા પચ્યા રહે છે તેનું શું...?

ઘર અને પરિવાર એકબીજાને હુંફ અને પરસ્પર સધિયારાનું સ્થળ ગણાતું હતું પરંતુ આજે તે એક હાઇ ટેક ટ્રાન્ઝિટ લોન્જથી વિશેષ કશું રહી ગયું નથી. પરિવારજનોના પરસ્પરના ગાઢ સંબંધોને સ્ક્રીન ટાઇમ ગળી રહ્યો છે. પરિવારના સભ્યો એક જ રૂમમાં બેઠા હોય અને શારીરિક રીતે નિકટ હોય તેમ છતાં ભાવનાત્મક જોડાણનો સંપુર્ણ અભાવ આ સ્ક્રીન ટાઇમના કારણે સર્જાઇ રહ્યો છે.
આજે સ્ક્રીન ટાઇમે પારિવારિક મૂલ્યો છીનવી લીધાં છે. સ્ક્રીનના વળગણના કારણે આસપાસના લોકોને નજરઅંદાજ કરી પરસ્પરના અનાદરને સામાન્ય બનાવી દીધો છે. માતા-પિતા અને બાળકો વચ્ચેની વાતચીત મધ્યે પણ તેમનું ધ્યાન તો મોબાઇલ ફોન પર આવતા નોટિફિકેશનમાં જ ચીટકી રહેલું જોવા મળે છે. ફક્ત લિવિંગ રૂમમાં જ નહીં પરંતુ બેડરૂમમાં પણ આ દુષણ પ્રવેશી ગયું છે. જીવનસાથીઓ એકબીજાની બાજુમાં રહીને પણ ફોન સ્ક્રોલ કર્યા કરે છે અને એવો સંકેત આપે છે કે તેના માટે ડિજિટલ દુનિયા વધુ રસપ્રદ અને મહત્વની છે.
સ્ક્રીન ટાઇમ પરિવારના સભ્યો વચ્ચેની વિચારગોષ્ટિને નષ્ટ કરી રહ્યો છે. પરિવારજનો એકબીજાને ધ્યાનથી સાંભળવાને બદલે ઉપરછલ્લી વાતચીતમાં જ આટોપી લેવાને પ્રાથમિકતા આપી રહ્યાં છે. તેના કારણે છતા પરિવારે પણ એકલતામાં વધારો થઇ રહ્યો છે. એક છતની નીચે રહેતા હોવા છતાં દરેક પોતાના ડિજિટલ જગતમાં જીવી રહ્યો છે.
તેથી જ હવે ડિજિટલ પ્રવાહ પર અંકુશ લાદવો અનિવાર્ય બની રહ્યો છે. પરિવારોએ સામુહિક રીતે એકબીજા સાથે સમય ગાળવા સ્ક્રીન ટાઇમને નિયંત્રિત કરવો પડશે. એકબીજાને સમય આપવો પડશે. પરસ્પર લાગણીઓની આપલે વધારવી પડશે. નહીંતર આ સ્ક્રીન ટાઇમ પરિવારો અને સંબંધોને મૃતપાય કરી નાખશે તે વાતમાં કોઇ શંકા નથી.

પરિવારોને બરબાદ કરતા સ્ક્રીન ટાઇમ પર લગામની જરૂર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.