પાંચ મહિલા પર બળાત્કારઃ બીબીસીના પૂર્વ પ્રેઝન્ટર સામે ખટલો ચાલશે
બીબીસીના પૂર્વ પ્રેઝન્ટેટર અને ભારતીય મૂળના કોમેડિયન હરદીપ સિંહ કોહલી વિરુદ્ધ પાંચ મહિલાઓ સાથે બળાત્કાર અને યૌન શોષણ સહિતના અન્ય 20 ગંભીર આરોપો હેઠળ ખટલો ચલાવવામાં આવશે.
લંડનઃ બીબીસીના પૂર્વ પ્રેઝન્ટેટર અને ભારતીય મૂળના કોમેડિયન હરદીપ સિંહ કોહલી વિરુદ્ધ પાંચ મહિલાઓ સાથે બળાત્કાર અને યૌન શોષણ સહિતના અન્ય 20 ગંભીર આરોપો હેઠળ ખટલો ચલાવવામાં આવશે. 57 વર્ષીય કોહલીએ તેમના પર મૂકાયેલા તમામ આરોપ નકારી કાઢ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. ગ્લાસગોની હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન તેમની કાનૂની ટીમે આ અંગેની સત્તાવાર રજૂઆત કરી હતી. આ મામલે આગામી ટ્રાયલ 1 ઓક્ટોબર, 2027ના રોજ શરૂ થવાની સંભાવના છે.
