માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ કયો?

માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ હોવાનો દાવો અનેક સ્નાયુઓ કરી શકે તેમ છે, જેનો આધાર તમે તાકાતની માપણી કેવી રીતે કરો છો તેના પર છે. તમે કડક સફરજનનું બટકું તોડો છો ત્યારે તમારા જડબાનાં સ્નાયુ ફળનો કચ્ચરઘાણ કરવામાં દાંતને મદદ કરે છે. તમે જ્યારે સીડીઓ ચડો છો ત્યારે તમારા ‘ગ્લુટેઅસ મેક્સિમસ (gluteus maximus)’ એટલે કે નિતંબના સ્નાયુ શરીરને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપરની દિશામાં ધકેલે છે. બીજી તરફ, શરીરમાં લોહીને ધકેલવામાં સતત કાર્યરત સ્નાયુ હૃદય પણ તાલબદ્ધ ધબકારા કરે રાખે છે. આ દરેક સ્નાયુ અને શરીરના અન્ય સ્નાયુઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ કયો?

માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ હોવાનો દાવો અનેક સ્નાયુઓ કરી શકે તેમ છે, જેનો આધાર તમે તાકાતની માપણી કેવી રીતે કરો છો તેના પર છે. તમે કડક સફરજનનું બટકું તોડો છો ત્યારે તમારા જડબાનાં સ્નાયુ ફળનો કચ્ચરઘાણ કરવામાં દાંતને મદદ કરે છે. તમે જ્યારે સીડીઓ ચડો છો ત્યારે તમારા ‘ગ્લુટેઅસ મેક્સિમસ (gluteus maximus)’ એટલે કે નિતંબના સ્નાયુ શરીરને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપરની દિશામાં ધકેલે છે. બીજી તરફ, શરીરમાં લોહીને ધકેલવામાં સતત કાર્યરત સ્નાયુ હૃદય પણ તાલબદ્ધ ધબકારા કરે રાખે છે. આ દરેક સ્નાયુ અને શરીરના અન્ય સ્નાયુઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો ઉત્પાદિત બળને ધ્યાનમાં રાખવામાં આવે તો મોટા સ્નાયુઓ મજબૂત હોવામાં મેદાન મારી જાય છે, પરંતુ નાના હોવાં છતાં અસરકારતા દર્શાવે છે ત્યારે નાના સ્નાયુને પણ અવગણી શકાય નહિ. શરીરમાં કદની દૃષ્ટિએ સૌથી મોટો સ્નાયુ ‘ગ્લુટેઅસ મેક્સિમસ’ છે જે સૌથી વધુ આપણને ખુરશીમાંથી ઉભા થવા, સીડીઓ ચડવા અને દોડવા જેવી દૈનિક ક્રિયાઓમાં મદદ કરે છે અને પગને સીધા રાખે છે. બીજી તરફ, સાથળના ચાર સ્નાયુઓનો સમૂહ ક્વોડ્રિસેપ્સ (quadriceps) અને પગની પીંડીના સ્નાયુ (સોલેઅસ-soleus) હલનચલનની ક્રિયાઓમાં સમગ્ર શરીરનું વજન ઊંચકવાનું કામ કરે છે, તેનીા તાકાત પણ કેવી રીતે અવગણી શકાય? વજનની દૃષ્ટિએ જડબાનો ચાવવાનો સ્નાયુ સૌથી શક્તિશાળી ગણી શકાય. તાકાત માપવાનું અન્ય પરિબળ ટકાઉપણાનું છે. થાક-નબળાઈનો પ્રતિકાર અને આજીવન કાર્યરત રહેવાની દૃષ્ટિએ જોઈએ તો દિવસમાં આશરે 100,000 વખત સંકોચન-આકુંચન કરી દરરોજ આશરે 2500 ગેલન (9,500 લીટર) લોહીને ધકેલતો સ્નાયુ હૃદય તાકાતનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી શકાય. આપણી જીભના સ્નાયુની તાકાત પણ ઓછી ન આંકી શકાય. તે લડાવી, ઝગડાવી શકે છે તેની સાથોસાથ ખોરાકનું મિશ્રણ કરે છે, બોલવાને શક્તિ આપે છે અને ઊંઘમાં પણ લાળને ગળા નીચે ધકેલતી રહે છે. આંખના સ્નાયુ પણ સતત ગતિશીલ હોય છે અને એક કલાકના વાંચન દરમિયાન 10,000 જેટલી સંકલિત મૂવમેન્ટ્સ કરે છે. દરેક સ્નાયુ તાકાતના વિવિધ પાસાઓમાં શ્રેષ્ઠતા દર્શાવે છે. આથી, માનવશરીરમાં સૌથી તાકાતવર સ્નાયુની ગણતરી તેના કાર્ય પર જ અવલંબે છે.

•••

હોઠના ફિલર્સ કેમ લાંબુ ટકતા નથી?

કોસ્મેટિક્સના વિશ્વમાં ધરમૂળ ફેરફારો આવી ગયા છે. શરીરના અંગો બદલાવી શકાય છે, દેખાવ સુધારી પુષ્ટ અંગોના કામણ પાથરી શકાય છે અને હવે લોકોના ખિસાને પરવડે તેવી સર્જરી પણ થતી રહે છે. સ્ત્રીઓ દ્વારા સ્તનનો ઉભાર વધારવા સિલિકોન જેલીનો ઉપયોગ કરાય છે તેવી રીતે જ હોઠને ભરાવદાર બનાવવા માઈનોર ઈન્વેઝિવ પ્રોસીજર કરાય છે. આમ છતાં, પ્રશ્ન એ થાય છે કે પ્રમાણ વધાવા છતાં, લિપ ફિલર્સ કેમ લાંબો સમય કામ આપતા નથી. હોઠને ભરાવદાર બનાવવા હાયલુરોનિક (hyaluronic) એસિડ ઈન્જેક્ટ કરવામાં આવે છે અને તે માંડ 6થી 12 મહિના ભરાવદાર દેખાયા પછી ધીમે ધીમે સંકોચાતા જાય છે. માનવીની ત્વચામાં પણ કુદરતી હાયલુરોનિક એસિડ પેદા થાય છે અને સમયાંતરે શરીર તેનો નાશ કરે છે. આ એસિડ હોઠમાં હોય છે તે પાણીને આકર્ષે છે અને બંને સાથે જોડાઈને કદમાં વધારો કરે છે. હવે શરીરમાં હાયલુરોનીડેસીસ હોર્મોન પણ પેદા થાય છે જે આ ફિલરની સાથે જોડાઈ તેને નાના મોલેક્યુલ્સમાં ફેરવી નાખે છે. આ નાના અણુઓ શરીરમાં શોષાય છે અને ફિલર્સ હોથમાંથી દૂર કરી કચરા તરીકે બહાર ફેંકી દેવાય છે. હોઠનો ઉપયોગ સતત ચાવવામાં, ખાવામાં, બોલવામાં, ચહેરાની અભિવ્યક્તિઓ પ્રદર્શિત કરવામાં થતો રહે છે. હોઠનો જેટલો વધુ ઉપયોગ થાય તેમ હાયલુરોનિક એસિડનું પાચન વધે છે. વ્યક્તિના જિનેટિક્સ અને શારીરિક કાર્યોના આધારે હોઠના ફિલર્સ અલગ અલગ સમય સુધી ટકે છે. જેટલું મેટાબોલિઝમ ઝડપી હશે તે પ્રમાણમાં શરીર તમારા લિપ ફિલરને દૂર કરશે.

•••

માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.