માન્ચેસ્ટર એરપોર્ટ પર પોલીસ અને ગ્રાહક પર હુમલો કરનાર અમાઝને સાડા 3 વર્ષની કેદ
જુલાઈ 2024માં માન્ચેસ્ટર એરપોર્ટ પર સ્ટારબક્સ કાફેમાં બે મહિલા પોલીસ અધિકારી અને એક નાગરિક પર હિંસક હુમલો કરવાના આરોપમાં 21 વર્ષીય મોહમ્મદ ફાહીર અમાઝને લિવરપૂલ ક્રાઉન કોર્ટ દ્વારા સાડા ત્રણ વર્ષની જેલની સજા કરાઇ છે.
લંડનઃ જુલાઈ 2024માં માન્ચેસ્ટર એરપોર્ટ પર સ્ટારબક્સ કાફેમાં બે મહિલા પોલીસ અધિકારી અને એક નાગરિક પર હિંસક હુમલો કરવાના આરોપમાં 21 વર્ષીય મોહમ્મદ ફાહીર અમાઝને લિવરપૂલ ક્રાઉન કોર્ટ દ્વારા સાડા ત્રણ વર્ષની જેલની સજા કરાઇ છે. તેને હુમલા અને શારીરિક ઈજા પહોંચાડવાના બે ગુનાઓ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા અનુસાર અમાઝે એક નાગરિકને માથું માર્યું હતું અને ફરજ પરના પોલીસ અધિકારીઓ પીસી લિડિયા વોર્ડ અને પીસી એલી કૂક પર 10 મુક્કા, બે કોણીના પ્રહાર અને એક લાત મારી હતી.
