માન્ચેસ્ટરમાં 139 માઇલની ઝડપે અકસ્માત સર્જનાર બે યુવકોને કેદ

માન્ચેસ્ટરમાં 30 માઇલના સ્પીડ ઝોનમાં 139 માઇલ પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જી 50 વર્ષીય સિલ્વેસ્ટર અબાયોમીનું મોત નિપજાવનાર ઉવૈસ હુસેન અને ઉસ્મોન મહમૂદને જેલ ભેગા કરાયા છે.

લંડનઃ માન્ચેસ્ટરમાં 30 માઇલના સ્પીડ ઝોનમાં 139 માઇલ પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જી 50 વર્ષીય સિલ્વેસ્ટર અબાયોમીનું મોત નિપજાવનાર ઉવૈસ હુસેન અને ઉસ્મોન મહમૂદને જેલ ભેગા કરાયા છે. બંનેએ નાઇટ્રસ ઓક્સાઇડનો નશો કરીને અકસ્માત સર્જ્યો હતો. માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં ઉવૈસ હુસેને ગુનો કબૂલ્યા બાદ ખતરનાક ડ્રાઇવિંગ દ્વારા મોત નીપજાવવા, વીમા વગર ગાડી ચલાવવા તપાસમાં સહકાર ન આપવા બદલ તેને 11 વર્ષ અને 8 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેની સાથે કારમાં રહેલા ઉસ્મોન મહમૂદને અપરાધમાં પ્રોત્સાહન આપવા માટે 12 વર્ષ અને 9 મહિનાની કેદ ફટકારવામાં આવી છે.

માન્ચેસ્ટરમાં 139 માઇલની ઝડપે અકસ્માત સર્જનાર બે યુવકોને કેદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.