મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ઈડી દ્વારા હરપ્રિતસિંહની ધરપકડ

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 24મી અને 25 જૂને નવી દિલ્હીમાં 6 સ્થળો પર તપાસ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં દિલ્હીના રહીશ હરપ્રિતસિંહ તલવારને ઝડપી લેવાયો હતો. આ તપાસ કામગીરી 13 સપ્ટેમ્બર 2021ના રોજ મુન્દ્રા પોર્ટ પર જપ્ત કરાયેલા 3000 કિલો હેરોઇન સાથે મની લોન્ડરિંગના કેસમાં હાથ ધરાઈ હતી. 

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 24મી અને 25 જૂને નવી દિલ્હીમાં 6 સ્થળો પર તપાસ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં દિલ્હીના રહીશ હરપ્રિતસિંહ તલવારને ઝડપી લેવાયો હતો. આ તપાસ કામગીરી 13 સપ્ટેમ્બર 2021ના રોજ મુન્દ્રા પોર્ટ પર જપ્ત કરાયેલા 3000 કિલો હેરોઇન સાથે મની લોન્ડરિંગના કેસમાં હાથ ધરાઈ હતી. તલવારને 24 જૂને પકડ્યા બાદ રિમાન્ડ પર લેવાયો હતો. ઓગસ્ટ 2022માં NIA દ્વારા આ કેસમાં તલવાર ઉર્ફે કબીર તલવારની ધરપકડ કરાઈ હતી. ઈડીના જણાવ્યા મુજબ તલવાર આ કેસમાં મુખ્ય આરોપી છે. ઈડીને ટીમે તેની ઓફિસ અને નિવાસ તેમજ તેના કર્મચારીઓ, વેપારી સહયોગીઓ અને તેની સાથે જોડાયેલાં સંગઠનો પર તપાસ કરીને તેને પકડ્યો હતો. તપાસમાં જણાયું હતું કે, માદક પદાર્થોના ગેરકાયદે વેચાણ દ્વારા મળેલા રૂ. 74 કરોડને હવાલા દ્વારા અફઘાનિસ્તાન મોકલાયા હતા, જેનો આતંકી ગતિવિધિ માટે ઉપયોગ કરાયો હતો.
ડ્રગ્સનાં નાણાં દિલ્હીની નાઇટ ક્લબોમાં રોકાયાં!
કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 2021માં પકડાયેલા રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બુધવારે મોટી કાર્યવાહી હાથ ધરાઈ. ઈડીની ટીમે દિલ્હીના જાણીતી નાઇટ ક્લબ માલિક હરપ્રીતસિંહ અને શમ્સુદ્દીન સહિતના તેના સાગરીતોનાં દિલ્હીસ્થિત 5 જેટલાં સ્થળો પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીની તપાસમાં ઇનપુટ્સ મળ્યા છે કે, મુન્દ્રા પોર્ટ પરથી ઘુસાડાયેલા નશીલા પદાર્થોના વેપારનાં નાણાંનો એક મોટો હિસ્સો દિલ્હીની પોશ નાઇટ ક્લબો અને હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણ કરવામાં આવ્યો હતો. આ કાળાં નાણાંને શેલ કંપનીઓ મારફતે વ્હાઇટ કરાતાં હતાં.

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.