વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ શ્રેષ્ઠ મિત્રોએ, બંનેની વિચારસરણી પણ સમાન છેઃ ગોર

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી તથા યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચેનો નજીકનો વ્યક્તિગત સંબંધ બન્ને દેશોના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને નેતાઓને પરિણામલક્ષી ગણાવતાં કહ્યું કે તેઓ એકસરખી રીતે વિચારે છે.

વોશિંગ્ટનઃ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી તથા યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચેનો નજીકનો વ્યક્તિગત સંબંધ બન્ને દેશોના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને નેતાઓને પરિણામલક્ષી ગણાવતાં કહ્યું કે તેઓ એકસરખી રીતે વિચારે છે.

વ્હાઇટ હાઉસમાં વિશેષ ઇન્ટરવ્યુમાં ગોરે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ હોવાના ફગાવી દેતાં કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની મિત્રતા વર્ષોથી મજબૂત રહી છે. ભારત-અમેરિકા સંબંધોની હાલની સ્થિતિ વિશે પૂછાતા ગોરે કહ્યું, ‘મને લાગે છે કે અમે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ. આ સંબંધનો એક મોટો આધાર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચેનો સંબંધ છે, જે હંમેશાં મજબૂત રહ્યો છે.’

ટ્રમ્પ અને મોદી ખૂબ જ સારા મિત્રો છે. આ મિત્રતા વર્ષો પહેલાં શરૂ થઈ હતી અને આવનારા વર્ષોમાં પણ યથાવત્ રહેશે તેમ જણાવતાં ગોરે ઉમેર્યું હતું કે બંને નેતાઓ વચ્ચેનો નિયમિત સંપર્ક સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવામાં મદદરૂપ રહ્યો છે. તેમણે કહ્યું, ‘અહીં આવ્યા પછીથી મારો હેતુ એ રહ્યો છે કે બંને પક્ષો નિયમિત રીતે વાતચીત કરતા રહે, સંબંધોને આગળ વધારે અને અમારા બંને દેશો માટે લાભદાયી એવી પરિસ્થિતિઓ ઓળખી શકે.’ તાજેતરમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે ફ્રાન્સમાં થયેલી મુલાકાતને યાદ કરતાં ગોરે જણાવ્યું કે તેઓ પણ આ ચર્ચાઓ દરમિયાન હાજર હતા. આ ચર્ચામાં વેપાર, સંરક્ષણ અને અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ આવરી લેવાયા હતા. તેમણે કહ્યું, ‘અમારી ખૂબ જ ઉત્તમ બેઠક રહી હતી. વાતાવરણ ખૂબ ઉષ્માપૂર્ણ હતું અને અમે એક કલાકથી વધુ સમય સાથે રહ્યા હતા. તેઓએ વેપાર, સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ સહિત અનેક વિષયો પર ચર્ચા કરી. આ ખૂબ જ ફળદાયી બેઠક હતી.

વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ શ્રેષ્ઠ મિત્રોએ, બંનેની વિચારસરણી પણ સમાન છેઃ ગોર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.