શો-રૂમનો દરવાજો ખોલીને દરરોજ આવે છે ગૌમાતાઃ માલિકની ગાદી પર બેસીને ફરમાવે છે આરામ!

ભારતમાં જાહેર માર્ગો પર રઝળતી-ભટકતી ગાયો જોવા મળવાનું સામાન્ય છે, અને તેને હાંકી કાઢવાની વાત પણ સામાન્ય છે. જોકે છત્તીસગઢમાં આવી જ એક ગાયનો આશ્ચર્યજનક નજારો જોવા મળે છે. પાટનગર રાયપુરમાં છેલ્લા દસકાથી દરરોજ જોવા મળતો આ ઘટનાક્રમ માનવ અને પશુ વચ્ચેના અતૂટ પ્રેમ અદ્ભુત તસવીર રજૂ કરે છે.

રાયપુરઃ ભારતમાં જાહેર માર્ગો પર રઝળતી-ભટકતી ગાયો જોવા મળવાનું સામાન્ય છે, અને તેને હાંકી કાઢવાની વાત પણ સામાન્ય છે. જોકે છત્તીસગઢમાં આવી જ એક ગાયનો આશ્ચર્યજનક નજારો જોવા મળે છે. પાટનગર રાયપુરમાં છેલ્લા દસકાથી દરરોજ જોવા મળતો આ ઘટનાક્રમ માનવ અને પશુ વચ્ચેના અતૂટ પ્રેમ અદ્ભુત તસવીર રજૂ કરે છે.
અહીં એક ગૌમાતા દરરોજ નિયમિતપણે કપડાંની દુકાને આવે છે અને કલાકો સુધી દુકાનની ગાદી પર બેસીને આરામ કરે છે. આ દૃશ્ય જોઈને આવતા-જતા ગ્રાહકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. પંડરીમાં આવેલા મહાલક્ષ્મી કપડા માર્કેટમાં આવેલા કપડાના શોરૂમમાં દરરોજ એક ગાય જાતે જ દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે અને માલિકની ગાદી પર જઇ બેસે છે. તે એકાદ કલાક અહીં રોકાય છે તે દરમિયાન માલિક અખિલ જૈન પદ્મ ડાકલિયા તેને વ્હાલ-દુલાર કરે છે અને 5-6 કિલો સફરજન ખવડાવે છે. આ ગૌમાતા જાણે પરિવારનો જ એક હિસ્સો બની ગયા હોય તેમ એક કલાક સુધી શાંતિથી બેસી રહે છે, આરામ કરે છે અને પછી શાંતિથી સ્ટોર બહાર નીકળી જાય છે. જૈન પરિવાર આ ગૌમાતાના આગમનને કોઈ ચમત્કાર કે વડીલોના આશીર્વાદ માને છે. ગાયને વ્હાલથી ‘ચંદ્રમણિ’ તરીકે ઓળખાવતા અખિલ જૈન કહે છે કે ગૌમાતા પહેલી વખત 2016માં અમારા સ્ટોરમાં આવ્યા તે ધનતેરસનો દિવસ હતો. પહેલાં તો બધામાં નાસભાગ મચી ગઇ, પણ મેં તેમના આગમનમાં લક્ષ્મીજીના આશીર્વાદ જોયા. ગૌમાતાને શાંતિથી બેસવા દીધા અને પ્રસાદ ખવડાવ્યો. બસ, તે દિવસથી આ સિલસિલો અવિરત ચાલે છે. ક્યારેક ‘ચંદ્રમણિ’ અમારા ઘરે પણ પહોંચી જાય છે તો ત્યાં પણ તેની આવી જ કાળજી લેવાય છે. અખિલ જૈન કહે છે કે પહેલાં તો ગ્રાહકો અંદર પ્રવેશતાં ખચકાતાં, પરંતુ હવે તો તેઓ પણ ‘ચંદ્રમણિ’ સાથે સેલ્ફી ખેંચે છે, અને કેટલાક તો તેને જોવા જ સ્ટોરમાં ખરીદી કરવા આવે છે. અને તેઓ પણ ગાયને સફરજન ખવડાવે છે. આ ગાય લોકોમાં ‘એપલ કાઉ’ના નામે પ્રસિદ્ધ છે.
આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત ગૌમાતાની ‘સમજદારી’ છે. દુકાનદારના પરિવારજનો જણાવે છે કે, ગૌમાતા ભલે ગમેતેટલા કલાકો ગાદી પર બેસે, પણ તે ક્યારેય દુકાનની અંદર ગંદકી (ગોબર કે પેશાબ) કરતાં નથી. તે બસ આવે છે, કોઇને પણ પરેશાન કર્યા વગર લાંબો સમય શાંતિથી બેસે છે અને જતા રહે છે.

શો-રૂમનો દરવાજો ખોલીને દરરોજ આવે છે ગૌમાતાઃ માલિકની ગાદી પર બેસીને ફરમાવે છે આરામ!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.