સોયા સ્ટિક
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ સોયાબીન લોટ - 1 કપ • ચણાનો લોટ - અડધો કપ • લાલ મરચું પાઉડર - 1 ચમચી • ધાણાજીરું પાઉડર - 1 ચમચી • મરી પાઉડર - અડધી ચમચી • હળદર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - 1 ચમચી • પાણી - જરૂર મુજબ • તેલ - તળવા માટે • ચાટ મસાલો
રીત: સોયાબીન લોટ અને ચણાનો લોટ કથરોટમાં મિક્સ કરો. દરેક સૂકા મસાલા, બેકિંગ સોડા, સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ ઉમેરો. પાણીથી કણક બાંધો. સેવ મશીનથી લાંબી સ્ટિક બનાવો અને ગરમ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. ક્રિસ્પી સોયા સ્ટિક પર થોડો ચાટ મસાલો ભભરાવી લો.
