સ્ટુડન્ટ વિઝા પર રહેતા પાકિસ્તાની ડિલિવરી બોયને બળાત્કારના કેસમાં 8 વર્ષની કેદ
વેસ્ટ સસેક્સમાં હોસ્પિટલમાંથી બહાર નીકળેલી એક અસહાય મહિલા પર બળાત્કાર ગુજારવાના કેસમાં હોવ ક્રાઉન કોર્ટે પાકિસ્તાની ડિલિવરી ડ્રાઈવર સુલેમાન મુકાઇશને આઠ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.
લંડનઃ વેસ્ટ સસેક્સમાં હોસ્પિટલમાંથી બહાર નીકળેલી એક અસહાય મહિલા પર બળાત્કાર ગુજારવાના કેસમાં હોવ ક્રાઉન કોર્ટે પાકિસ્તાની ડિલિવરી ડ્રાઈવર સુલેમાન મુકાઇશને આઠ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. સ્ટુડન્ટ વિઝા પર રહેતા 27 વર્ષીય સુલેમાન મુકાઈશે 11 માર્ચના રોજ વર્ધિંગ હોસ્પિટલ નજીકના એક કાર પાર્કિંગમાં મહિલા પર હુમલો કર્યો હતો. પીડિત મહિલા નશાની હાલતમાં હતી. આ ઘટનાના બે દિવસ બાદ મુકાઈશ પાકિસ્તાન નાસી જવાની તૈયારીમાં હતો ત્યારે ગેટવિક એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
