હિથ્રો રન-વે પ્રોજેક્ટઃ હિથ્રો મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ સામસામે

હિથ્રો રન-વે પ્રોજેક્ટઃ હિથ્રો મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ સામસામે

હિથ્રો એરપોર્ટ રન-વે પ્રોજેક્ટ મામલે એરપોર્ટ મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. હિથ્રો એરપોર્ટના સીઈઓ થોમસ વોલ્ડબાયે અરોરા ગ્રુપના પ્લાનને નકારી કાઢતા કાગળના ટુકડા પર દોરેલા નકશા સમાન ગણાવ્યો હતો.

લંડનઃ હિથ્રો એરપોર્ટ રન-વે પ્રોજેક્ટ મામલે એરપોર્ટ મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. હિથ્રો એરપોર્ટના સીઈઓ થોમસ વોલ્ડબાયે અરોરા ગ્રુપના પ્લાનને નકારી કાઢતા કાગળના ટુકડા પર દોરેલા નકશા સમાન ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે M25 મોટરવેને ક્રોસ કરતો એરપોર્ટનો 3500 મીટર લાંબો રનવે જ એકમાત્ર વ્યવહારુ વિકલ્પ છે.

સામે પક્ષે અરોરા ગ્રુપના આ પ્રોજેક્ટની ડિઝાઇન પ્રખ્યાત એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી બેચટેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અરોરાના પ્લાન મુજબ આ નવો રનવે બે તબક્કામાં તૈયાર થશે. પ્રથમ તબક્કામાં M25 અને M4 મોટરવેની વચ્ચે 2300 મીટરનો રનવે બનાવવામાં આવશે અને બીજા તબક્કામાં ભવિષ્યની જરૂરિયાત મુજબ તેને M25 મોટરવે પર લંબાવવાનો વિકલ્પ રાખવામાં આવશે.

અરોરા ગ્રુપની દલીલ છે કે ટૂંકો રનવે વહેલો કાર્યરત થઈ શકશે અને તેનાથી M25 મોટરવેને ખસેડવાનો, પાવર પ્લાન્ટ્સનું પુનઃસ્થાપન કરવાનો તેમજ નદીઓના પ્રવાહ બદલવાનો જટિલ અને અતિશય ખર્ચાળ બોજ ટળી જશે.

જો કે, હિથ્રોના સીઈઓ વોલ્ડબાયે આશંકા વ્યક્ત કરી છે કે અરોરા ગ્રુપ બીજા તબક્કાનું નિર્માણ કરવાનો કોઈ ઈરાદો ધરાવતું નથી અને આ પ્રસ્તાવને મંજૂરી આપવાથી સમગ્ર પ્રક્રિયા વર્ષો સુધી લંબાઈ જશે.

આ આક્ષેપોના જવાબમાં અરોરા ગ્રુપના સ્થાપક સુરિન્દર અરોરાએ હિથ્રો પ્રશાસન પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, વિકાસના મામલે હિથ્રોનો ટ્રેક રેકોર્ડ નબળો રહ્યો છે, જેના કારણે તે વર્ષોથી વિશ્વનું સૌથી મોંઘું એરપોર્ટ બની રહ્યું છે. અમારી યોજના સરકારની 2035ની સમયમર્યાદા અનુસાર નવો રનવે તૈયાર કરી આપવા સક્ષમ છે.

હિથ્રો રન-વે પ્રોજેક્ટઃ હિથ્રો મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ સામસામે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.