હિન્દુ ઈકોનોમિક ફોરમ યુકે દ્વારા મેળાવડાનું આયોજન

હિન્દુ ઈકોનોમિક ફોરમ યુકે દ્વારા મેળાવડાનું આયોજન

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના સાઉથ લંડન ચેપ્ટરના ઈનિશિયેટિવના હિસ્સારુપે ગ્રેન્જ, વેલિંગ્ટન ખાતે એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, ઈન્વેસ્ટર્સ અને કોમ્યુનિટી અગ્રણીઓના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 100 લોકોની ઉપસ્થિતિમાં HEFના ચેરમેન સ્વામી વિજ્ઞાનાનંદજીના ધ હિન્દુ મેનિફેસ્ટોની શક્તિશાળી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એન્ટરપ્રાઈઝ, લીડરશિપ અને સામૂહિક કાર્યો દ્વારા હિન્દુ સમુદાયના ભાવિને ઘડવા વધુ સક્રિય ભૂમિકા ભજવવાની પ્રેરણા આપવામાં આવી હતી.

લંડનઃ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના સાઉથ લંડન ચેપ્ટરના ઈનિશિયેટિવના હિસ્સારુપે ગ્રેન્જ, વેલિંગ્ટન ખાતે એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, ઈન્વેસ્ટર્સ અને કોમ્યુનિટી અગ્રણીઓના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 100 લોકોની ઉપસ્થિતિમાં HEFના ચેરમેન સ્વામી વિજ્ઞાનાનંદજીના ધ હિન્દુ મેનિફેસ્ટોની શક્તિશાળી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એન્ટરપ્રાઈઝ, લીડરશિપ અને સામૂહિક કાર્યો દ્વારા હિન્દુ સમુદાયના ભાવિને ઘડવા વધુ સક્રિય ભૂમિકા ભજવવાની પ્રેરણા આપવામાં આવી હતી.

HEF યુકેના સીઈઓ કે. શંકરે હિન્દુ ઈકોનોમિક ફોરમની યાત્રા અને યુકેમાં તેની જોરદાર અસરો વિશે રજૂઆત કરી હતી. તેમણે સહભાગી જ્ઞાન, મેન્ટોરશિપ, ઈન્વેસ્ટમેન્ટ અને એન્ટરપ્રાઈઝ દ્વારા મજબૂત ઈકોનોમિક ઈકોસિસ્ટમના નિર્માણ પર ભાર મૂક્યો હતો. HEF યુકેના પ્રેસિડેન્ટ અનિલ પુરીએ ઓડિયન્સ સમક્ષ સ્વામી વિજ્ઞાનાનંદજીનો પરિચય કરાવ્યો હતો અને સ્વામીજીના વિઝન, આર્થિક સશક્તિકરણ અને સામૂહિક કાર્યો દ્વારા હિન્દુ કોમ્યુનિટીને મજબૂત બનાવવા તરફ તેમની સમર્પિતતા વિશે જણાવ્યું હતું.

સ્વામી વિજ્ઞાનાનંદજીએ ઉપસ્થિત લોકોને ચર્ચાઓ બાજુએ રાખી અર્થપૂર્ણ એક્શનમાં લાગી જવા હાકલ કરી હતી. તેમણે હિન્દુ સમુદાયને મજબૂત બનાવવામાં આર્થિક તાકાત, સાંસ્કૃતિક વિશ્વાસ, નેતૃત્વ અને કોમ્યુનિટીની જવાબદારીઓના મહત્ત્વ વિશે પણ જણાવ્યું હતું. પ્રસિદ્ધ એન્ટ્રેપ્રીન્યોર અને ઈન્વેસ્ટર તેમજ GACS ફેમિલી ઓફિસ, આર્યા વીસી અને ગેક્સીમ વેન્ચર્સના સીઈઓ અનમોલ ગોએલ, વેલ્થ-આઈ ગ્રૂપના સીઈઓ અને ઈવેન્ટના પ્લેટિનમ સ્પોન્સર વિગ્નેશ વિજયકુમાર તથા પ્રસિદ્ધ એન્ટડ્રેપ્રીન્યોર, ફીલાન્થ્રોપિસ્ટ, બોર્ડ એડવાઈઝર અને બિઝનેસ લીડર તરુણ ગુલાટીએ પણ પ્રસંગોચિત સંબોધનો કર્યા હતા.

HEF લંડનના પ્રેસિડેન્ટ રાજેશ રંજન સિંહે સમાપન સંબોધન કર્યું હતું. હિન્દુ કોમ્યુનિટીમાં સહકાર, આર્થિક સશક્તિકરણ અને નેતૃત્વવિકાસના મજબૂત પ્લેટફોર્મ તરીકે કાર્યરત HEF યુકેના ઈવેન્ટનું સંચાલન શ્વેતા સિંહ અને સોનિઆ પટેલ દ્વારા કરાયું હતું.

હિન્દુ ઈકોનોમિક ફોરમ યુકે દ્વારા મેળાવડાનું આયોજન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.