હૃદયને તંદુરસ્ત રાખવા સપ્તાહમાં 10 કલાક કસરત

શરીરને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ આહારની સાથોસાથ કસરત કરવી પણ આવશ્યક છે. કસરત કેટલી કરવી તેના વિશે મતમતાંતર પણ છે. અભ્યાસો તો કહે છે કે કસરત ન કરવી તેના કરતાં કોઈ પણ કસરત કરવી બહેતર છે. NHS અને WHOની ગાઈડલાઈન્સ મુજબ સપ્તાહમાં 150 મિનિટ કસરત કરવી જોઈએ. પરંતુ, નિષ્ણાતો કહે છે કે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે આનાથી ચાર ગણી કસરત કરવી જોઈએ.

હૃદયને તંદુરસ્ત રાખવા સપ્તાહમાં 10 કલાક કસરત

શરીરને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ આહારની સાથોસાથ કસરત કરવી પણ આવશ્યક છે. કસરત કેટલી કરવી તેના વિશે મતમતાંતર પણ છે. અભ્યાસો તો કહે છે કે કસરત ન કરવી તેના કરતાં કોઈ પણ કસરત કરવી બહેતર છે. NHS અને WHOની ગાઈડલાઈન્સ મુજબ સપ્તાહમાં 150 મિનિટ કસરત કરવી જોઈએ. પરંતુ, નિષ્ણાતો કહે છે કે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે આનાથી ચાર ગણી કસરત કરવી જોઈએ. આના સમર્થનમાં બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસીન દ્વારા તાજેતરનો અભ્યાસ જણાવે છે કે હૃદયને તંદુરસ્ત રાખવા માટે સપ્તાહમાં 10 કલાક કસરત કરવી જોઈએ. આ અભ્યાસમાં યુકે બાયોબેન્કના સરેરાશ 57 વર્ષની વય ધરાવતા 17,088 વયસ્કોનો ડેટા તપાસવામાં આવ્યો હતો. આ વયસ્કો પર આઠ વર્ષ સુધી દેખરેખ રખાઈ હતી. આ ગાળામાં 1233 લોકોને હાર્ટ ફેઈલ્યોર, સ્ટ્રોક અથવા હાર્ટ એટેક્સ અથવા અન્ય કાર્ડિયોવાસ્કુલર સમસ્યા થઈ હતી. દેખરેખ હેઠળના લોકો કેટલી કસરત કરે છે તેની ચકાસણ માટે મોનિટર્સ મૂકાયા હતા. મધ્યમ કસરતમાં ઝડપી ચાલવું, એક્વા એરોબિક્સ અથવા ઘરની લોન સાફ કરવાનો સમાવેશ થયો હતો જ્યારે ભારે કામગીરીમાં જોગિંગ, સાઈકલિંગ અને ફૂટબોલ રમવાનો સમાવેશ થયો હતો. જે લોકો 150 મિનિટની હળવી કસરતોને અનુસર્યા હતા તેમને હૃદયની સમસ્યાનું જોખમ 8થી 9 ટકા, 370 મિનિટ કસરતો કરનારાને 20 ટકા અને 560થી 610 મિનિટ વચ્ચેની કસરતો કરનારાને આવું જોખમ 30 ટકા જેટલું ઘટ્યું હતું. અભ્યાસમાં સ્પષ્ટ કરાયું હતું કે અનફિટ લોકોએ તેમના હૃદયના રક્ષણ માટે વધુ સાપ્તાહિક કસરત કરવી જોઈએ. 2024ના હેલ્થ સર્વે ફોર ઈંગ્લેન્ડ અનુસાર 21 ટકા વયસ્કો સપ્તાહમાં હળવી કે ભારે શારીરિક પ્રવૃત્તિમાં 30 મિનિટથી પણ ઓછો સમય આપતા હતા. ગયા વર્ષે પ્રકાશિત સંશોધનો અનુસાર તદ્દન બેઠાડું કે નિષ્ક્રિય સ્ત્રીઓની સરખામણીએ સપ્તાહમાં એક અથવા બે દિવસ 4000 પગલાં ચાલનારી સ્ત્રીઓમાં કોઈ પણ કારણથી મૃત્યુનું જોખમ 26 ટકા તેમજ હૃદયરોગનું જોખમ 27 ટકા ઓછું રહે છે.

•••

ગોળીઓ ગળતી વખતે કયા પાણીનો ઉપયોગ કરશો?

વર્તમાન યુગમાં પિલ્સ એટલે કે ગોળીઓ ગળવાનું અતિ સામાન્ય છે. કેટલીક ગોળીઓને ચૂસવાની અને ચાવવાની રહે છે, કેટલીક દવા કે પાવડર દૂધ સાથે લેવાના હોય છે. મોટા ભાગની ગોળીઓ પાણી સાથે ગળવાની રહે છે, પરંતુ તમે કદી વિચાર્યું છે ખરું કે કયા પાણી સાથે ગોળીઓ ગળવી જોઈએ? એપ્રિલ 2026માં ફાર્માસ્યુટિક્સમાં પ્રકાશિત અભ્યાસમાં શરીરમાં દવાઓ રીલિઝ થાય તેના પર નળનું પાણી, ફિલ્ટર્ડ વોટર, મિનરલ વોટર, એપલ જ્યૂસ, કેપ્સ્યુલ્ડ કોફી, બ્લેક ટી અને દૂધ સહિત 22 પ્રવાહીની અસરો ચકાસવામાં આવી હતી. આ મુજબ, ગોળીઓ ગળતી વખતે મિનરલ વોટરની જગ્યાએ નળનું પાણીનો ઉપયોગ વધુ બહેતર ગણાવાયો હતો. અભ્યાસમાં જણાવાયું હતું કે માત્ર 8.7 ટકા મેડિકેશન ઈન્ફર્મેશનમાં ક્યા પ્રકારનું પ્રવાહી કેટલાં પ્રમાણમાં લેવું જોઈએ તેની સ્પષ્ટ સૂચના અપાઈ હતી. અભ્યાસમાં જણાયું હતું કે ખાસ કરીને આલ્કલાઈન મિનરલ વોટર ગોળીઓ પર રહેલા ગેસ્ટ્રો-રેઝિસ્ટન્ટ કોટિંગ્સ-પડના તૂટવા પર અસર કરે છે એટલે કે દવા આંતરડામાં પહોંચે તે પહેલા જ રીલિઝ થઈ જાય છે.
દવા જઠરમાં રીલિઝ ન થાય અને જઠરના તીવ્ર એસિડની અસર ન થાય તે માટે ગેસ્ટ્રો-રેઝિસ્ટન્ટ કોટિંગ્સ લગાવાય છે. ગોળી ગળવામાં મુશ્કેલી પડે તેવી ડિસ્ફેજીઆ (dysphagia) સમસ્યા સાથેના લોકો માટે તોડી અથવા વાટી શકાય તેવી દવાઓમાં પ્રવાહીની પસંદગી વિશેષ મહત્ત્વ ધરાવે છે. નળનું અને ફિલ્ટર કરેલું પાણી દવાની રીલિઝને ઝડપી બનાવતું નથી એટલે તેનાથી સારવારની અસરકારકતા ઘટવાની ઓછી શક્યતા રહે છે. આલ્કલાઈન કે મેડિસીનલ મિનરલ વોટરમાં લેવાયેલી 90 ટકાથી વધુ ડ્રગના ઘટકો માત્ર પાંચ મિનિટ પલળ્યા પછી રીલિઝ થઈ જાય છે, જ્યારે નળના અને ફિલ્ટર કરેલાં પાણી સાથે ગોળીઓ લેવાય ત્યારે ડ્રગના ઘટકો ઝડપથી છૂટા પડતા કે ઓગળતાં નથી.

હૃદયને તંદુરસ્ત રાખવા સપ્તાહમાં 10 કલાક કસરત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.