હોરાઇઝન કૌભાંડઃ પોસ્ટ ઓફિસના પૂર્વ વરિષ્ઠ વકીલ સામે શિસ્તભંગના પગલાં લેવાશે

હોરાઇઝન કૌભાંડઃ પોસ્ટ ઓફિસના પૂર્વ વરિષ્ઠ વકીલ સામે શિસ્તભંગના પગલાં લેવાશે

હોરાઇઝન કૌભાંડમાં ગેરરીતિના આક્ષેપો અંગે રેગ્યુલેટર્સ હવે પોસ્ટ ઓફિસના પૂર્વ મુખ્ય વકીલ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી રહ્યા છે. જેન મેકલિઓડ વર્ષ 2015 થી 2019 દરમિયાન પોસ્ટ ઓફિસના જનરલ કાઉન્સેલ તરીકે કાર્યરત હતા.

લંડનઃ હોરાઇઝન કૌભાંડમાં ગેરરીતિના આક્ષેપો અંગે રેગ્યુલેટર્સ હવે પોસ્ટ ઓફિસના પૂર્વ મુખ્ય વકીલ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી રહ્યા છે. જેન મેકલિઓડ વર્ષ 2015 થી 2019 દરમિયાન પોસ્ટ ઓફિસના જનરલ કાઉન્સેલ તરીકે કાર્યરત હતા.

સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીએ એક નોટિસમાં જણાવ્યું છે કે મેકલિઓડ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. તેમના પર પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી ઇન્ક્વાયરી સમક્ષ મૌખિક જુબાની આપવામાં સંપૂર્ણ સહકાર ન આપવાનો આરોપ છે.

આ ઉપરાંત ઓથોરિટીએ અન્ય એક વકીલ નિકોલસ ગોલ્ડ સામે પણ ગેરરીતિના આક્ષેપો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગોલ્ડે સરેના સબ-પોસ્ટમાસ્ટર સીમા મિશ્રાનો કેસ લડ્યો હતો. સીમા મિશ્રાને 15 મહિનાની જેલની સજા થયા બાદ 2021 માં તેમની ચોરીની સજા રદ કરવામાં આવી હતી. આક્ષેપ છે કે ગોલ્ડે શરૂઆતમાં સીમા મિશ્રાને જણાવ્યું હતું કે તેઓ મફતમાં કેસ લડી રહ્યા છે પરંતુ પાછળથી તેમણે કાનૂની સેવાના નામે કુલ 60 હજાર પાઉન્ડનું બિલ રજૂ કર્યું હતું.

હોરાઇઝન કૌભાંડઃ પોસ્ટ ઓફિસના પૂર્વ વરિષ્ઠ વકીલ સામે શિસ્તભંગના પગલાં લેવાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.