‘કામને બોલવા દો...’ સિદ્ધાંતમાં માનતા નોએલ ટાટા ‘ટ્રેન્ટ’ને કહેશે અલવિદા

‘કામને બોલવા દો...’ સિદ્ધાંતમા

રતન ટાટાના ઓરમાન ભાઈ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ જાહેર કર્યું છે કે પોતે રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના ચેરમેનપદેથી નવેમ્બરમાં રાજીનામું આપશે. ટાટા સમૂહમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે નિવૃત્તિની ઉમર 70 વર્ષ છે. ત્રણ દસકામાં નોએલે ‘ટ્રેન્ટ’ને એક સામાન્ય રિટેલ કંપનીમાંથી મૂલ્યવાન કંપની બનાવી દીધી છે. આજે ‘ટ્રેન્ટ’નું માર્કેટ કેપ 1.73 લાખ કરોડ રૂપિયા છે. અલબત્ત્, ‘ટ્રેન્ટ’ છોડયા પછી પણ ગ્રૂપના મુખ્ય માર્ગદર્શક અને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે તેમની ભૂમિકા મજબૂત રહેશે.

મુંબઇઃ રતન ટાટાના ઓરમાન ભાઈ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ જાહેર કર્યું છે કે પોતે રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના ચેરમેનપદેથી નવેમ્બરમાં રાજીનામું આપશે. ટાટા સમૂહમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે નિવૃત્તિની ઉમર 70 વર્ષ છે. ત્રણ દસકામાં નોએલે ‘ટ્રેન્ટ’ને એક સામાન્ય રિટેલ કંપનીમાંથી મૂલ્યવાન કંપની બનાવી દીધી છે. આજે ‘ટ્રેન્ટ’નું માર્કેટ કેપ 1.73 લાખ કરોડ રૂપિયા છે. અલબત્ત્, ‘ટ્રેન્ટ’ છોડયા પછી પણ ગ્રૂપના મુખ્ય માર્ગદર્શક અને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે તેમની ભૂમિકા મજબૂત રહેશે.

ટાટા ગ્રૂપના હેડ ક્વાર્ટર ‘બોમ્બે હાઉસ’માં નોએલ વર્ષોથી ‘ધ સાઇલન્ટ કેપ્ટન’ તરીકે ઓળખાતા રહ્યા છે. બીજા કોર્પોરેટ લીડર્સ અખબારોના પાનામાં ચમકતા જોવા મળતા હોય છે, ત્યારે નોએલનો સિદ્ધાંત રહ્યો છેઃ ‘કામને બોલવા દો’. 1998માં ટાટા ગ્રૂપે લેકમેને હિન્દુસ્તાન યુનિલિવરને વેચી દીધું, જેનાથી માતા સિમોન ટાટા દુઃખી થયા હતા. નોએલે એ દર્દને સમજી ‘ટ્રેન્ટ’ની શરૂઆત કરી.
આ સમયે તેમણે વાયદો કર્યો હતો કે તેઓ આ કંપનીને લેક્મે કરતાં પણ મોટી બ્રાન્ડ બનાવશે. અને પહેલો ‘વેસ્ટસાઇડ’ સ્ટોર ખોલીને ભારતીય રિટેલ સેક્ટરની વ્યાખ્યા બદલી નાખી. જ્યારે ‘ઝારા’ અને ‘એચએન્ડએમ’ જેવી વિદેશી બ્રાન્ડ્સ ભારતભરમાં પગપેસારો કરી રહી હતી, ત્યારે નોએલે મધ્યમ વર્ગની જરૂરિયાતોને ઓળખી. તેમણે જોયું કે લોકો ફેશનેબલ કપડાં તો ઈચ્છે છે પરંતુ મોંઘી બ્રાન્ડ્સ પર ખર્ચ કરી શકતા નથી. આ જ વિચારથી તેમણે ‘ઝૂડિઓ’ બ્રાન્ડના ફેશન સ્ટોર લોન્ચ શરૂ કર્યા.
રતન ટાટા પણ પ્રભાવિત...
રતન ટાટા એકવાર ‘વેસ્ટસાઇડ’ સ્ટોર પર ગયા અને જોયું કે બધું જ બારીકાઈથી મેનેજ કરેલું હતું. જેમ કે, કપડાંની ક્વોલિટી ઉત્તમ હતી, કિંમત વાજબી હતી અને સ્ટોર સંચાલન માટે કોઈ વધારાનો ખર્ચ નહોતો. તેમણે તેમના નજીકના સહયોગીઓને કહ્યું હતું કે - નોએલની આ કાર્યપદ્ધતિ બિલકુલ સાચી છે.

નોએલની કાર્યરીતિ
• કેશ હી કિંગ: જ્યારે રિટેલ અને ઈ-કોમર્સ કંપનીઓ કરોડોની લોન લઈ વેપાર વિસ્તારવા પ્રયત્નશીલ હતી, ત્યારે નોએલે કહ્યું હતું કે - બિઝનેસમાં ફરક સ્ટોર્સની સંખ્યાથી નહીં, પણ રોકડથી પડે છે. લોન પર આગળ વધવું એ પત્તાનો મહેલ બનાવવા જેવું છે. દરેક સ્ટોરે પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ. તો જ બિઝનેસ લાંબા સમય સુધી ટકી રહેશે. આ જ વિચાર ‘ટ્રેન્ટ’ને એક સ્થિર અને મજબૂત રિટેલ મોડલ બનાવવામાં મદદગાર સાબિત થયો.
• ભરોસો જરૂરી: જો તમે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે, તો તેને નિર્ણય લેવાની પૂરી આઝાદી આપો. લીડરનું કામ દિશા દેખાડવાનું અને સાધનો આપવાનું છે, નહીં કે આખો સમય તેના પર દેખરેખ રાખવાનું. ભરોસો રાખવાથી ટીમ પોતાની ક્ષમતા કરતાં પણ વધુ સારા પરિણામો આપે છે.
• વ્યવહાર મહત્ત્વનોઃ ટાટા (જેવું મોટું) નામ હોવું એ એક વિશેષાધિકાર છે, પરંતુ તે સન્માનની ગેરંટી આપતું નથી. આ માટે તો સારા વ્યવહાર સાથે મહેનત જ કરવી પડે.

‘કામને બોલવા દો...’ સિદ્ધાંતમા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.