અધિક માસને કારણે આ વર્ષે તહેવારો 15થી 20 દિવસ મોડાઃ દર 3 વર્ષે પંચાંગમાં 1 મહિનો ઉમેરાય છે

સનાતન ધર્મમાં તહેવારોની ઉજવણી માત્ર એક પરંપરા નથી, પરંતુ તેની પાછળ ખગોળીય વિજ્ઞાન છુપાયેલું છે. આ વર્ષે હિન્દુ તહેવારોના કેલેન્ડરમાં મોટો બદલાવ જોવા મળશે જેમાં તમામ મુખ્ય તહેવારો આશરે 15થી 20 દિવસ જેટલા મોડા આવશે. આ કોઈ સંયોગ નથી, પરંતુ આપણા વિદ્વાન પંડિતોએ કુદરત - ખગોળીય રચના અને આપણા તિથિતહેવારો વચ્ચે રચેલો અનોખો તાલમેલ છે.
અમદાવાદઃ સનાતન ધર્મમાં તહેવારોની ઉજવણી માત્ર એક પરંપરા નથી, પરંતુ તેની પાછળ ખગોળીય વિજ્ઞાન છુપાયેલું છે. આ વર્ષે હિન્દુ તહેવારોના કેલેન્ડરમાં મોટો બદલાવ જોવા મળશે જેમાં તમામ મુખ્ય તહેવારો આશરે 15થી 20 દિવસ જેટલા મોડા આવશે. આ કોઈ સંયોગ નથી, પરંતુ આપણા વિદ્વાન પંડિતોએ કુદરત - ખગોળીય રચના અને આપણા તિથિતહેવારો વચ્ચે રચેલો અનોખો તાલમેલ છે.
જ્યોતિષવિદોના મતે, પંચાંગમાં આવતા પુરુષોત્તમ માસ (અધિક માસ)ના કારણે આ પ્રકારનો ફેરફાર સર્જાય છે. સનાતન ધર્મનું પંચાંગ આકાશમાં રહેલા ગ્રહો અને સૂર્ય-ચંદ્રની ગતિ પર આધારિત હોવાથી આ વ્યવસ્થા એકદમ સચોટ અને વૈજ્ઞાનિક છે. પંચાંગમાં જ્યારે પણ પુરુષોત્તમ મહિનો આવે છે, ત્યારે તેની પાછળ અને આગળના વર્ષના તહેવારોની ગણતરી બદલાઈ જાય છે. આથી જ જે વર્ષે પુરુષોત્તમ મહિનો આવે છે તેના આગલા વર્ષે બધા જ તહેવારો પુરુષોત્તમ મહિના સુધીના આશરે 20 દિવસ વહેલા આવે છે. જ્યારે પુરુષોત્તમ મહિના પછીના બધા જ તહેવારો આશરે 15થી 20 દિવસ જેટલા મોડા ગણાય છે. આ આખી ગોઠવણ કુદરતી સાઇકલ પ્રમાણે પરફેક્ટ સેટ થયેલી હોય છે તે પણ એક પરમ સત્ય છે.
રક્ષાબંધન ગયા વર્ષે 9 ઓગસ્ટે હતી જ્યારે આ વર્ષે 28 ઓગસ્ટે મનાવાશે. જ્યારે જન્માષ્ટમી ગયા વર્ષે 16 ઓગસ્ટે હતી, જે આ વર્ષે 04 સપ્ટેમ્બરે ઉજવાશે. આ વર્ષે નવરાત્રી 11 સપ્ટેમ્બરે શરૂ થશે અને દિવાળી 08 નવેમ્બરે આવશે.
