આપણા મંદિરોઃ એક વૈજ્ઞાનિક સત્ય
અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ પ્રવૃત્તિમાં રસ નથી. મારા કરતાં કદાચ 25 વર્ષની દીકરી મને શિખામણ આપી માર્ગદર્શક બની રહી. મને કહે કે તમારે મંદિરમાં જવું. સ્પેનમાં જ્યાં પોતે રહે છે નાના ગામમાં ત્યાં બાજુના ગામમાં મંદિર છે તો મને કહે છે અમે દર રવિવારે અથવા પ્રસંગે મંદિરે જઈએ. ત્યાંથી જાણે અમને ચેતનાનો અનુભવ થાય છે - અને બધાને મળીને આનંદ આવે. મંદિરમાં સકારાત્મક ઊર્જા હોય જ છે.
અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ પ્રવૃત્તિમાં રસ નથી. મારા કરતાં કદાચ 25 વર્ષની દીકરી મને શિખામણ આપી માર્ગદર્શક બની રહી. મને કહે કે તમારે મંદિરમાં જવું. સ્પેનમાં જ્યાં પોતે રહે છે નાના ગામમાં ત્યાં બાજુના ગામમાં મંદિર છે તો મને કહે છે અમે દર રવિવારે અથવા પ્રસંગે મંદિરે જઈએ. ત્યાંથી જાણે અમને ચેતનાનો અનુભવ થાય છે - અને બધાને મળીને આનંદ આવે. મંદિરમાં સકારાત્મક ઊર્જા હોય જ છે.
આપણા દેશમાં ગણ્યા ગણાય નહિ એટલા મંદિરો કે દેરાસરો આવેલાં છે. કેટલાક સ્થળોને તો મંદિરોની નગરી તરીકે જ ઓળખવામાં આવે છે. આ બધા દેવસ્થાનો વૈદિક રીતે નિર્માણ કરવામાં આવ્યાં હોય તે જરૂરી નથી. અને કદાચ તેથી જ અમુક દેવસ્થાનોમાં ગયા પછી આપણા મન-મગજને ગજબની શાતાનો અનુભવ થાય છે, તો કેટલાક મંદિરોમાં આવો આવિર્ભાવ થતો નથી. આમ થવા પાછળ વૈજ્ઞાનિક કારણો રહેલાં છે. આપણા પૂર્વજોએ બહુ જ સમજી-વિચારીને મંદિર નિર્માણ સ્થાન નક્કી કર્યા છે. નિષ્ણાંતોએ હવે તેના વૈજ્ઞાનિક કારણો શોધી કાઢ્યા છે.
તેઓ કહે છે કે સામાન્ય રીતે મંદિરો એવા સ્થળે બનાવવામાં આવ્યા છે જ્યાંથી ધરતીમાં રહેલા ચુંબકીય તરંગો સૌથી વધારે પસાર થતા હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ દેવાલયો વ્યૂહાત્મક રીતે એવા સ્થળોએ નિર્માણ કરવામાં આવ્યા છે જ્યાં ધરામાં રહેલી સકારાત્મક ઊર્જા ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય.
મહત્ત્વની વાત એ પણ છે કે આખું મંદિર જ્યાં બાંધવામાં આવે તે સ્થાનકમાં પણ જ્યાં સૌથી પ્રમાણમાં સકારાત્મક ઊર્જા ઉપલબ્ધ થતી હોય ત્યાં જ મુખ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. વળી મૂર્તિની નીચે વૈદિક લખાણ લખેલું તામ્રપત્ર દાટવામાં આવે છે. આ સ્થાનને જ ગર્ભગૃહ અથવા મૂળસ્થાન કહેવામાં આવે છે. તામ્રપત્ર પૃથ્વીમાં રહેલા ચુંબકીય તરંગો અને સકારાત્મક ઊર્જાને મોટા પ્રમાણમાં પોતાની તરફ ખેંચે છે, તેથી નિયમિત રીતે મંદિરમાં જનારા અને મુખ્ય મૂર્તિની પ્રદક્ષિણા કરનારા લોકોના શરીરમાં આપોઆપ અહીં રહેલી સકારાત્મક ઊર્જા અને ચુંબકીય તરંગો પ્રવેશે છે.
અલબત્ત, આ પ્રક્રિયા અત્યંત મંદ ગતિથી થાય છે. આમ છતાં નિયમિત રીતે મંદિરમાં દર્શન કરવા જતાં ભક્તોમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. એ વાતમાં બેમત નથી. વળી ગર્ભગૃહ ત્રણે બાજુથી બંધ હોવાથી અહીં પ્રત્યેક જાતની ઊર્જાની અસર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મંદિરમાં પ્રગટાવાતો દિવો પ્રકાશ અને ગરમીની ઊર્જા દ્યોતક બને છે.
દેવસ્થાનમાં વગાડવામાં આવતો ઘંટ અને મંત્રોચ્ચાર ધ્વનિ ઊર્જા પેદા કરે છે. પૂજામાં ઉપયોગમાં લેવાતાં ફૂલ અને કપૂર રાસાયણિક ઊર્જાનો આવિર્ભાવ કરાવે છે. ધરતીમાંથી માત્ર મૂર્તિ નીચે મૂકેલું તામ્રપત્ર જ સકારાત્મક ઊર્જા અને ચુંબકીય તરંગો નથી ખેંચતું, પણ ગર્ભગૃહમાં મૂકેલા તાંબાના વાસણો પણ આ કાર્ય કરે છે. આ સિવાય પૂજામાં ઉપયોગમાં લેવાતા એલચી, લવિંગ, કપૂર, તુલસી જેવા પદાર્થો તેને ‘તીર્થ’ બનાવે છે. ભક્તો જ્યારે આરતી માટે મંદિરમાં જાય અને ગર્ભગૃહના દ્વાર ખૂલે ત્યારે તેમાંથી સકારાત્મક ઊર્જા બહાર ધસી આવે છે. જે ઊર્જા એ સીધી જ્યાં દર્શનાર્થીઓ ઊભા હોય તેને મળે છે. આ સિવાય જળનો છંટકાવ કરે છે ત્યારે પણ તે ઊર્જા પ્રાપ્ત કરે છે. આ કારણે જ ઘણાં મંદિરોમાં પુરુષોને શર્ટ પહેરવાની મનાઇ કરવામાં આવે છે. પણ સ્ત્રીઓને વધુ આભૂષણો પહેરવાનું કહેવામાં આવે છે. નિષ્ણાંતો કહે છે કે આભૂષણની ધાતુઓ મંદિરમાં રહેલી સકારાત્મક ઊર્જાને ખેંચીને સ્ત્રીના તન-મન સુધી પહોંચાડે છે. એ વાત વૈજ્ઞાનિક રીતે હવે પુરવાર થઈ છે. દક્ષિણ ભારતમાં આ પ્રકારો વધુ જોવા મળે છે.
આ સિવાય મંદિરમાં જતાં આસ્થાળુઓને ત્રણ આચમની પવિત્ર જળ આપવામાં આવે છે. તે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. આ જળને તાંબાની આચમનીમાં ગર્ભગૃહમાં રાખવામાં આવ્યું હોવાથી તેમાં ધરતીમાં રહેલા ચુંબકીય તત્ત્વો અને ઊર્જા શોષાયેલા હોય છે. વળી તેમાં એલચી, લવિંગ, કેસર, તુલસી, કપૂર જેવા પદાર્થો મળેલા હોય છે. તથા તેના ઔષધીય મૂલ્યોમાં વૃદ્ધિ કરે છે. લવિંગમાં રહેલાં તત્ત્વો દાંતનો સડો અટકાવે છે, કેસર-તુલસીથી શરદી અને કફ જેવી વ્યાધિમાંથી રાહત મળે છે. જ્યારે એલચી અને કપૂર મુખશુદ્ધિ કરે છે. આમ નિયમિત મુલાકાત મંદિરની રાખે તેને ઈશ્વર તનમનની સ્વસ્થતા બક્ષે છે.
વૈદિક રીતે નિર્માણ થયેલા દેવાલયોમાં ધરતીમાં રહેલાં ચુંબકીય તત્ત્વો અને સકારાત્મક ઊર્જાનો હોય છે.
