કેન્યામાં સાઈનાઈડ ઝેરથી 15 હાથીના મોત
દક્ષિણ કેન્યામાં એમ્બોસેલી નેશનલ પાર્ક નજીક કિમાના સેન્ક્ચ્યુરી અને કુકુ ગ્રૂપ રેન્ચ વિસ્તારમાં 15 હાથીના મોતથી સનસનાટી મચી ગઈ છે. હાથીના હાડપિંજરમાંથી લેવાયેલા સેમ્પલના એનાલિસીસ કરાતાં હાથીના મોત સાઈનાઈર્ડ પોઈઝનિંગથી થયાં હોવાનું બહાર આવ્યું હોવાનું કેન્યા વાઈલ્ડલાઈફ સર્વિસ દ્વારા જણાવાયું છે. ટામેટાનાં ફાર્મ્સમાં વપરાતાં પેસ્ટિસાઈડ્સ પ્રાણીઓના શરીરમાં જવાથી મોત થયાં હોઈ શકે તેમ કહેવાય છે.
નાઈરોબીઃ દક્ષિણ કેન્યામાં એમ્બોસેલી નેશનલ પાર્ક નજીક કિમાના સેન્ક્ચ્યુરી અને કુકુ ગ્રૂપ રેન્ચ વિસ્તારમાં 15 હાથીના મોતથી સનસનાટી મચી ગઈ છે. હાથીના હાડપિંજરમાંથી લેવાયેલા સેમ્પલના એનાલિસીસ કરાતાં હાથીના મોત સાઈનાઈર્ડ પોઈઝનિંગથી થયાં હોવાનું બહાર આવ્યું હોવાનું કેન્યા વાઈલ્ડલાઈફ સર્વિસ દ્વારા જણાવાયું છે. ટામેટાનાં ફાર્મ્સમાં વપરાતાં પેસ્ટિસાઈડ્સ પ્રાણીઓના શરીરમાં જવાથી મોત થયાં હોઈ શકે તેમ કહેવાય છે.
કેન્યા વાઈલ્ડલાઈફ સર્વિસના ડાયરેક્ટર જનરલ એરુસ્ટસ કાંગાએ જણાવ્યું હતું કે જો હાથીઓ સાઈનાઈડ સાથેના પેસ્ટિસાઈડ્સ ધરાવતો પાક ખાઈ જાય તો એક-બે દિવસથી વધુ જીવી શકતા નથી. કાંગાએ ચેતવણી આપી હતી કે હાથીની વધુન વસ્તીને આની અસર થઈ શકે છે. કિમાના સેન્ક્ચ્યુરી અને કુકુ ગ્રૂપ રેન્ચ વિસ્તાર તથા આસપાસના અભયારણ્યોમાં થઈને 1600થી વધુ હાથીની વસ્તી છે.
કિમાના ટાઉન ટામેટાનું અગ્રણી ઉત્પાદક છે. અહીં પાકના રક્ષણ માટે સાઈનાઈડ પેસ્ટિીસાઈડ્સનો ઉપયોગ થતો રહે છે. કેન્યામાં ખેડૂતો અને પશુમાલિકોએ ભૂતકાળમાં તેમના પાક અને લાઈવસ્ટોક્ને ખાઈ જનારા વાઈલ્ડલાઈફ પ્રાણીઓ પર પોઈઝનિંગનો ઉપયોગ કરેલો છે.
