ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનો સમાપન સમારોહ ભારતના રંગે રંગાઇ ગયો

ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાષ્ટ્રમંડળ રમતો ધ્વજ સોંપાયા બાદ સમગ્ર મંચ ભારતના રંગે રંગાઇ ગયો હતો.
લંડનઃ ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાષ્ટ્રમંડળ રમતો ધ્વજ સોંપાયા બાદ સમગ્ર મંચ ભારતના રંગે રંગાઇ ગયો હતો. આ ઐતિહાસિક ક્ષણે રજૂ થયેલી 18 મિનિટ અને 27 સેકન્ડની વિશેષ પ્રસ્તુતિમાં માનુષી છિલ્લરે ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ભારતની ઓળખના પ્રતીક તરીકે ધ્યાન આકર્ષિત કર્યું હતું. જાણીતા સિંગર શંકર મહાદેવને દેશભક્તિના ગીતોથી નવો જોશ ભરી દીધો હતો. રિષભ રિખીરામ શર્માએ સિતારવાદન કર્યું હતું અને ગાયિકા ભૂમિ ત્રિવેદીએ ગાયન પ્રસ્તુત કર્યું હતું.
