ટાટા ગ્રુપની જેગુઆર લેન્ડ રોવરમાંથી સેંકડો કર્મચારીની છટણી કરાશે
ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની જેગુઆર લેન્ડ રોવર બિઝનેસ મોડેલમાં ફેરફાર અને પુનર્ગઠનના ભાગરૂપે સેંકડો કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે.
લંડનઃ ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની જેગુઆર લેન્ડ રોવર બિઝનેસ મોડેલમાં ફેરફાર અને પુનર્ગઠનના ભાગરૂપે સેંકડો કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર રીડિપ્લોયમેન્ટ અને ડિસ્પ્લેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ 300 જેટલા કર્મચારી નોકરી ગુમાવશે.
આ યોજના હેઠળ મુખ્યત્વે મેનેજમેન્ટ અને પગારદાર સ્ટાફ પ્રભાવિત થશે. પ્રોડક્શન લાઇન પર કામ કરતા કામદારોને આ નિર્ણયમાંથી બાદ રાખવામાં આવ્યા છે. યુકેમાં લગભગ 30,000થી વધુ કર્મચારી ધરાવતી આ કંપનીના સોલીહલ, વુલ્વરહેમ્પ્ટન અને હેલવુડ સ્થિત પ્લાન્ટ્સ તથા ગ્લોબલ હેડક્વાર્ટરના કામકાજ પર આ પરિવર્તનની અસર જોવા મળશે.
