ન્યૂજર્સી સ્વામિનારાયણ મંદિરે ઉજવાયોઃ ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા સંદેશા પાઠવ્યા હતા. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીના જણાવ્યા પ્રમાણે આ અણમોલ અવસરે ભારત સહિત અમેરિકા, કેનેડા, લંડન, બોલ્ટન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.
