ભારત સરકાર દ્વારા કેન્યાના વિદ્યાર્થીઓ માટે 105 સ્કોલરશિપ જાહેર

ભારત સરકાર દ્વારા કેન્યાના વિદ્યાર્થીઓ માટે 105 સ્કોલરશિપ જાહેર

 ભારત-કેન્યા શૈક્ષણિક સહકારને મજબૂત બનાવવાભારત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27માં કેન્યાના વિદ્યાર્થીઓ માટે 105 સ્કોલરશિપ જાહેર કરી છે. નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશને આ વિદ્યાર્થીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ ઓરિએન્ટેશન સત્ર યોજ્યું હતું. આ સ્કોલરશિપ મેળવનારા ઘણા વિદ્યાર્થીઓએ ભારતમાં તેમના આગામી અભ્યાસ સંદર્ભે તેમની અપેક્ષા અને મહત્ત્વાકાંક્ષાઓ વિશે જણાવ્યું હતું.

નાઈરોબીઃ ભારત-કેન્યા શૈક્ષણિક સહકારને મજબૂત બનાવવાભારત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27માં કેન્યાના વિદ્યાર્થીઓ માટે 105 સ્કોલરશિપ જાહેર કરી છે. નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશને આ વિદ્યાર્થીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ ઓરિએન્ટેશન સત્ર યોજ્યું હતું. આ સ્કોલરશિપ મેળવનારા ઘણા વિદ્યાર્થીઓએ ભારતમાં તેમના આગામી અભ્યાસ સંદર્ભે તેમની અપેક્ષા અને મહત્ત્વાકાંક્ષાઓ વિશે જણાવ્યું હતું.

ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકાએ વિદ્યાર્થીઓને સંબોધતા ભારત અને કેન્યા વચ્ચે બહુસ્તરીય પાર્ટનરશિપ વિશે જણાવ્યું હતું. શૈક્ષણિક ઈનિશિયેટિવ્ઝ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સંસ્થાગત સંપર્કો થકી સંબંધો મજબૂત બનાવવામાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સની ભૂમિકાને પણ મહત્ત્વની ગણાવી હતી.

ભારત-આફ્રિકા મૈત્રી સ્કોલરશિપ સ્કીમ અન્વયે આ વર્ષે અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને પીએચ.ડી અભ્યાસ માટે કેન્યાની ફાળવણી 80 થી વધારી 102 કરવામાં આવી છે. આ ઉપરાંત, ત્રણ વિદ્યાર્થીને પ્રતિષ્ઠિત ક્વોડ સ્ટેમ (Quad STEM) સ્કોલરશિપ મળવા સાથે કુલ સંખ્યા 105 થઈ છે. અભ્યાસના ચોક્કસ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના આંતરરાષ્ટ્રીય વિમાનભાડાં, ટ્યુશન ફી, લોજિંગ અને બોર્ડિંગ, સ્થાનિક પરિવહનના ખર્ચ તેમજ માસિક સ્ટાઈપેન્ડ ભારત સરકાર દ્વારા અપાશે.

સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને IIT રુરકી, IIT ઈન્દોર, દિલ્હી ટેકનોલોજિકલ યુનિવર્સિટી, કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિશ્વની પ્રથમ નિવાસી યુનિવર્સિટી નાલંદા યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ દિલ્હી, ગુજરાત યુનિવર્સિટી, આંધ્ર યુનિવર્સિટી, બેંગલોર યુનિવર્સિટી, ડો. બાબસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી તેમજ અન્ય ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ મળેલો છે. અડધાથી વધુ લાભાર્થીઓ પોસ્ટગ્રેજ્યુએટ ડીગ્રી અને બાકીના અંડરગ્રેજ્યુએટ અને ડોક્ટરલ ડીગ્રી માટે અભ્યાસ કરશે જેના ક્ષેત્રોમાં એન્જિનીઅરીંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સાાઈબર સિક્યુરિટી, ડેટા સાયન્સ, બિઝનેસ, હેલ્થ સાયન્સીસ, એગ્રિકલ્ચર, એજ્યુકેશન અને સોશિયલ સાયન્સીસનો સમાવેશ થાય છે.

દાયકાઓ દરમિયાન, ભારતમાં અભ્યાસ કરી ગયેલા હજારો પૂર્વ કેન્યન વિદ્યાર્થીઓએ કુશળ હ્યુમન રિસોર્સીસના વિકાસ અને બંને દેશો વચ્ચે દીર્ઘકાલીન મૈત્રીને મજબૂત બનાવવામાં, બંને દેશની જનતા વચ્ચેના સંબંધો ગાઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમજ સરકાર એકેડેમિઆ, હેલ્થકેર, બિઝનેસ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં મૂલ્યવાન યોગદાન આપ્યું છે.

ભારત સરકાર દ્વારા કેન્યાના વિદ્યાર્થીઓ માટે 105 સ્કોલરશિપ જાહેર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.