યુગાન્ડાના વિપક્ષી નેતા બેસિગ્યે હોસ્પિટલમાં દાખલ
દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા યુગાન્ડાના 70 વર્ષીય વિપક્ષી નેતા કિઝા બેસિગ્યે 29 જુલાઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેભાન થઈ ગયા પછી તેમને કમ્પાલાની મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવા પડ્યા હતા. કિઝા બેસિગ્યેને 2024ના નવેમ્બરથી જેલમાં રખાયા છે. તાજેતરમાં જ કોર્ટે તેમની સામે કાનૂની કાર્યવાહી ચલાવવાનો ચુકાદો આપ્યો હતો. બેસિગ્યેના પત્ની વિન્ની બ્યાનયિમાએ સરકારી નહોસ્પિટલમાં અવિશ્વાસ જાહેર કરી તેમના પતિને અંગત ફીઝિશિયન દ્વારા સારી સારવાર થઈ શકે તે માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માગણી કરી છે. જોકે, કોર્ટે બેસિગ્યેને અન્યત્ર ખસેડવા પરવાનગી આપી નથી.
કમ્પાલાઃ દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા યુગાન્ડાના 70 વર્ષીય વિપક્ષી નેતા કિઝા બેસિગ્યે 29 જુલાઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેભાન થઈ ગયા પછી તેમને કમ્પાલાની મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવા પડ્યા હતા. કિઝા બેસિગ્યેને 2024ના નવેમ્બરથી જેલમાં રખાયા છે. તાજેતરમાં જ કોર્ટે તેમની સામે કાનૂની કાર્યવાહી ચલાવવાનો ચુકાદો આપ્યો હતો. બેસિગ્યેના પત્ની વિન્ની બ્યાનયિમાએ સરકારી નહોસ્પિટલમાં અવિશ્વાસ જાહેર કરી તેમના પતિને અંગત ફીઝિશિયન દ્વારા સારી સારવાર થઈ શકે તે માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માગણી કરી છે. જોકે, કોર્ટે બેસિગ્યેને અન્યત્ર ખસેડવા પરવાનગી આપી નથી.
યુગાન્ડામાં વિરોધ નિયંત્રણનો અંત લાવોઃ યુએન
યુનાઈટેડ નેશન્સે વિરોધ અને વિપક્ષી જૂથોને કચડી નાખવા બદલ યુગાન્ડાની આકરી ટીકા કરી નિયંત્રણોનો અંત લાવવા જણાવ્યું છે. યુએનના માનવાધિકાર હાઈ કમિશનર વોકર તુર્કે એક નિવેદનમાં યુગાન્ડામાં વિરોધીઓ અને અન્યો પર દબાણ વધારી ભયનું વાતાવરણ ફેલાવવા બદલ યુગાન્ડા સત્તાવાળાઓની કડક નિંદા કરી હતી. વિપક્ષી નેતા બેસિગ્યે કોર્ટમાં બેભાન થઈ ગયાના બીજા જ દિવસે આ નિવેદન આવ્યું છે.
