લાખેણી વ્હિસ્કી

ઉત્તર પ્રદેશના ગુરુગ્રામમાં આવેલી જી-ટાઉન વાઈન શોપમાં વ્હિસ્કીની એક બોટલનું આગમન અખબારોના પાને ચમકી ગયું છે. વાત એમ છે કે સ્કોટલેન્ડથી ખાસ આયાત કરાયેલી આ દુર્લભ વ્હિસ્કીની વિશ્વમાં માત્ર 125 બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી એક બોટલ ભારતમાં આવી છે. અને 50 વર્ષ જૂની આ ‘ધ બાલવેની’ સિંગલ માલ્ટ સ્કોચ વ્હિસ્કીની કિંમત છે પૂરા 75 લાખ રૂપિયા.
ગુરુગ્રામઃ ઉત્તર પ્રદેશના ગુરુગ્રામમાં આવેલી જી-ટાઉન વાઈન શોપમાં વ્હિસ્કીની એક બોટલનું આગમન અખબારોના પાને ચમકી ગયું છે. વાત એમ છે કે સ્કોટલેન્ડથી ખાસ આયાત કરાયેલી આ દુર્લભ વ્હિસ્કીની વિશ્વમાં માત્ર 125 બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી એક બોટલ ભારતમાં આવી છે. અને 50 વર્ષ જૂની આ ‘ધ બાલવેની’ સિંગલ માલ્ટ સ્કોચ વ્હિસ્કીની કિંમત છે પૂરા 75 લાખ રૂપિયા.
આ લાખેણી બોટલની સુરક્ષા માટે ખાસ પ્રાઈવેટ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ લાખેણી વ્હિસ્કીની વાત વાયરલ થયા બાદ આ વાઈન શોપ એક પ્રવાસન સ્થળ જેવું બની ગયું છે તેમ કહો તો પણ ખોટું નથી. લોકો અહીં બોટલ સાથે સેલ્ફી લેવા માટે ઉમટી રહ્યા છે. દારૂના શોખીનો તેને સ્ટેટસ સિમ્બોલ માની રહ્યા છે. અને શોપકીપરે માત્ર તેને શો-પીસ માટે મૂકી છે એવું નથી. વેચવા માટે પ્રદર્શિત કરાયેલી આ વ્હિસ્કીની બોટલ જે વ્યક્તિ ખરીદશે તેને લકી ડ્રોમાં બાઈક જીતવાનો ચાન્સ પણ મળશે.
