લેન્ડ ગ્રેબિંગ કેસમાં અમદાવાદની પતંગ હોટેલના માલિકની ધરપકડ

લેન્ડ ગ્રેબિંગ કેસમાં અમદાવા

જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં આવેલ સહજાનંદ નિર્વાણા નામના પ્લોટિંગ પ્રોજેક્ટમાં ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાના કેસમાં કામરેજ પોલીસે અમદાવાદના બિલ્ડર એવા પતંગ હોટેલના માલિક ઉમંગભાઈ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરી.

સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં આવેલ સહજાનંદ નિર્વાણા નામના પ્લોટિંગ પ્રોજેક્ટમાં ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાના કેસમાં કામરેજ પોલીસે અમદાવાદના બિલ્ડર એવા પતંગ હોટેલના માલિક ઉમંગભાઈ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરી.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વિવાન કર્મા બંગલોઝમાં રહેતા સત્યસંકલ્પ બિલ્ડકોન એલએલપીના ભાગીદાર ઉમંગભાઈ ઠક્કર અને તેના બે પુત્રો કંઠ ઠક્કર તથા નીલ ઠક્કર દ્વારા કામરેજના ખોલવડ ગામે સહજાનંદ નિર્વાણા નામે એક પ્લોટિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જે જમીન પર પ્રોજેક્ટ બતાવાયો હતો, તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચી દેવાઈ હોવા છતાં અને ટાઇટલ ક્લીયર ન હોવા છતાં બિલ્ડર દ્વારા ખુલ્લા પ્લોટના વેચાણ માટેની જાહેરાતો આપીને રોકાણકારોને અંધારામાં રખાયા હતા. બિલ્ડરે ટાઇટલ ક્લીયર ન હોવા છતાં અલગ-અલગ 15થી 16 જેટલા લોકો પાસેથી પ્લોટ બુકિંગ પેટે રૂ. 1.56 કરોડ એકત્ર કર્યા હતા. ગ્રાહકો દ્વારા નાણાં ચૂકવ્યા બાદ પણ તેમને પ્લોટનો દસ્તાવેજ કરી અપાયો નહોતો કે નાણાં પણ પરત અપાયાં નહોતાં.

લેન્ડ ગ્રેબિંગ કેસમાં અમદાવા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.