લેસ્ટર હિન્દુ મંદિરમાં સૌરભ પ્રસાદજી મહારાજ દ્વારા પવિત્ર ધ્વજારોહણ
મિલ્ટન રોડ પર રુશિ ફિલ્ડ્સ નજીકના શ્રી હનુમાન મંદિર સાળંગપુર ધામ લેસ્ટર ખાતે નવી પવિત્ર ધજાના ઉદ્ઘાટન અર્થે ભારતના ગુજરાતથી વિશિષ્ટ મહેમાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના આધ્યાત્મિક ગુરુના પુત્ર લાલજીશ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શનિવાર 25 જુલાઈ 2026ના રોજ પધાર્યા હતા. સૌરભ પ્રસાદજી મહારાજે દિવ્ય આશીર્વચન આપ્યા હતા અને ભક્તો સાથે પ્રાર્થનામાં ભાગ લીધો હતો.
લેસ્ટરઃ મિલ્ટન રોડ પર રુશિ ફિલ્ડ્સ નજીકના શ્રી હનુમાન મંદિર સાળંગપુર ધામ લેસ્ટર ખાતે નવી પવિત્ર ધજાના ઉદ્ઘાટન અર્થે ભારતના ગુજરાતથી વિશિષ્ટ મહેમાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના આધ્યાત્મિક ગુરુના પુત્ર લાલજીશ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શનિવાર 25 જુલાઈ 2026ના રોજ પધાર્યા હતા. સૌરભ પ્રસાદજી મહારાજે દિવ્ય આશીર્વચન આપ્યા હતા અને ભક્તો સાથે પ્રાર્થનામાં ભાગ લીધો હતો.
શ્રી હનુમાન મંદિરના સેક્રેટરી રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,‘અમારા પાંચ વર્ષ નિમિત્તે ધજારોહણ કરવા લાલજીશ્રીને આવકારવાનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે. તેમમના પિતાએ નવા મંદિરના પ્રવેશદ્વારને આશીર્વાદ આપ્યાના એક વર્ષ પછી તેમનું આગમન થયું છે. હજારો અનુયાયી ભક્તો દર વર્ષે મંદિરની મુલાકાત લે છે ત્યારે અમે વર્તમાન સ્થળનો વિકાસ કરવા માગીએ છીએ, જેથી સમગ્ર કોમ્યુનિટીને લાભકારી સુવિધાઓ પૂરી પાડી શકાય. આપણા આધ્યાત્મિક ગુરુઓની મુલાકાતો અને આશીર્વાદ આપણા લક્ષ્યો પૂરા પાડવામાં મદદ કરશે.’
