સંસ્થા સમાચાર (અંક 08 ઓગસ્ટ 2026)

સંસ્થા સમાચાર (અંક 08 ઓગસ્ટ 2026)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 6 ઓગસ્ટ સુધી વિશ્વ હિન્દુ મંદિર (સ્થળઃ 2 લેડી માર્ગારેટ રોડ, સાઉધોલ - UB1 2RA), તા. 8 થી 16 ઓગસ્ટ શ્રી ક્રિષ્ના ટેમ્પલ (સ્થળઃ શ્રી ગુજરાતી હિન્દુ સેન્ટર, 20 ચર્ચ ફિલ્ડ સ્ટ્રીટ, ડડલી - DY2 8QT) અને તા. 17થી 25 ઓગસ્ટ શ્રી સનાતન મંદિર (સ્થળઃ 84 વેમાઉથ સ્ટ્રીટ, લેસ્ટર - LE4 6FQ) ત્રણેય કથાનો સમય સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• શ્રીમદ્ રાજચંદ્ર - ધરમપુરના વડા પૂ. ગુરૂદેવ શ્રી રાકેશજી લંડન પધારી રહ્યા છે. તેમના પ્રવચનના કાર્યક્રમ પહેલા સ્વામિ વાત્સલ્ય સહિત તા. 7-8 ઓગષ્ટના રોજ સાંજના 8 થી 10 હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, HA3 5BD ખાતે નિ:શૂલ્ક યોજવામાં આવ્યો છે. એ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સંપર્ક: +44 7835 237 325 અથવા ફેસબુક યા ઇન્સ્ટ્રાગ્રામ smduk પર બુક કરાવો.
• રવિવાર 9 ઓગષ્ટના રોજ હેરો લેઝર સેન્ટરમાં ગ્લોબલ યુથ ફેસ્ટીવલનું આયોજન સવારના 10.00 થી રાતના 10.00 સુધી કરવામાં આવ્યુ છે જેમાં ભાવિક હરિયા બોલીવુડ અને ભજન જામીંગ રજુ કરશે.
મીમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ - યુકે દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૂ. ચિન્મયાનંદ બાપુજીના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણ કથા તા. 13થી 19 ઓગસ્ટ (દરરોજ બપોરે 3.00થી સાંજે 7.00). કથા બાદ દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, વેમ્બલી, લંડન - HA0 4TA. વધુ માહિતી માટે સંપર્કઃ મીતા મારૂ 7581710197

સંસ્થા સમાચાર (અંક 08 ઓગસ્ટ 2026)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.