સોશિયલ કેર માટે 10 ટકા ડેથ ટેક્સ લાદવા બર્નહામની કવાયત
વડા પ્રધાન બર્નહામ વૃદ્ધો માટે મફત સોશિયલ કેર સેવાઓનું ભંડોળ પૂરું પાડવા માટે 10 ટકા ડેથ ટેક્સ લાદવા વિચારણા કરી રહ્યાં છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ ક્ષેત્રમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે તો નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) પરનું દબાણ અસહ્ય બની જશે અને સિસ્ટમ પડી ભાંગશે.
લંડનઃ વડા પ્રધાન બર્નહામ વૃદ્ધો માટે મફત સોશિયલ કેર સેવાઓનું ભંડોળ પૂરું પાડવા માટે 10 ટકા ડેથ ટેક્સ લાદવા વિચારણા કરી રહ્યાં છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ ક્ષેત્રમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે તો નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) પરનું દબાણ અસહ્ય બની જશે અને સિસ્ટમ પડી ભાંગશે.
વર્ષ 2009માં ગોર્ડન બ્રાઉનની સરકારમાં હેલ્થ સેક્રેટરી તરીકે એન્ડી બર્નહામે ઇનહેરિટન્સ ટેક્સના બદલે તમામ સંપત્તિ પર 10 ટકા ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દરમિયાન 10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં ડેથ ટેક્સ લાદવાની કોઈ યોજના નથી અને સરકારનો મુખ્ય હેતુ તમામ પક્ષો સાથે મળીને સર્વસંમતિથી સોશિયલ કેર સુધારણા લાવવાનો છે.
બીજી તરફ વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોકે વડા પ્રધાનને આહ્વાન કર્યું છે કે તેઓ સોશિયલ કેર સુધારણા માટે કરવેરા વધારવા કે નવું દેવું કરવાનો વિકલ્પ સંપૂર્ણપણે રદ કરે.
