એઆઇના દુરુપયોગના ભય મધ્યે બાળકોની તસવીરો પોસ્ટ ન કરવા ચેતવણી

નેશનલ ક્રાઈમ એજન્સીએ વાલીઓને સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાના બાળકોના ફોટા ન મૂકવા માટે સલાહ આપી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે બાળ યૌન શોષણ સામગ્રીના વધી રહેલા જોખમોને ડામવા માટે આ ઐતિહાસિક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

લંડનઃ નેશનલ ક્રાઈમ એજન્સીએ વાલીઓને સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાના બાળકોના ફોટા ન મૂકવા માટે સલાહ આપી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે બાળ યૌન શોષણ સામગ્રીના વધી રહેલા જોખમોને ડામવા માટે આ ઐતિહાસિક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

ચાઈલ્ડ સેફ્ટી વોચડોગ ઈન્ટરનેટ વોચ ફાઉન્ડેશન અને એનસીએ દ્વારા સંયુક્ત રીતે જારી કરાયેલી આ એડવાઈઝરીમાં વાલીઓને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રાઈવેટ રાખવા અથવા બાળકોની તસવીરો માત્ર ક્લોઝ ફ્રેન્ડ્સના ગ્રુપમાં જ શેયર કરવા સૂચન કરવામાં આવ્યું છે. સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વાલીઓની વ્યક્તિગત સ્વતંત્રતા પર રોક નથી લગાવી રહ્યા પરંતુ ઓનલાઈન સર્જાઈ રહેલા આ ગંભીર જોખમ પ્રત્યે તેમને જાગૃત કરવા ઈચ્છે છે.

એનસીએના જણાવ્યા અનુસાર મોટાભાગના વાલીઓ એ વાતથી અજાણ છે કે આધુનિક એઆઇ ટૂલ્સ એટલા સક્ષમ બની ગયા છે કે ગુનેગારો બાળકોનો પ્રત્યક્ષ સંપર્ક કર્યા વિના જ તેમના સામાન્ય અને કપડાં પહેરેલા ફોટાને અશ્લીલ તસવીરોમાં રૂપાંતરિત કરી શકે છે.

એઆઇના દુરુપયોગના ભય મધ્યે બાળકોની તસવીરો પોસ્ટ ન કરવા ચેતવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.