એસેક્સમાં પ્લેન ક્રેશઃ ભારતીય વિદ્યાર્થીનું કરુણ મોત
એસેક્સમાં સેસના લાઇટ એરક્રાફ્ટ ક્રેશ થતાં ભારતીય વિદ્યાર્થી વંશી ક્રિષ્ણા મંડાલાનું કરુણ મોત થયું હતું. તેણે યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કરવાની ખુશી મનાવવા માટે આ ફ્લાઇટ બુક કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
લંડનઃ એસેક્સમાં સેસના લાઇટ એરક્રાફ્ટ ક્રેશ થતાં ભારતીય વિદ્યાર્થી વંશી ક્રિષ્ણા મંડાલાનું કરુણ મોત થયું હતું. તેણે યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કરવાની ખુશી મનાવવા માટે આ ફ્લાઇટ બુક કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વંશી ક્રિષ્ણા મંડાલા 30 મિનિટના ફ્લાઇટ એક્સપિરિયન્સ પર હતો. ગયા મંગળવારે બપોરે 12.30 કલાકે બે બેઠકો ધરાવતું સેસના લાઇટ એરક્રાફ્ટ હાઈ ઓંગરના એક ખેતરમાં તૂટી પડ્યું હતું. નોર્થ વીલ્ડ એરફિલ્ડ પરથી ઉડાન ભર્યાની માત્ર આઠ જ મિનિટમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઈન્ડિયન હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે વંશી ક્રિષ્ણા મંડાલાના પરિવાર અને બ્રિટિશ સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છીએ. આ મુશ્કેલ સમયમાં પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવી અમારી સર્વોચ્ચ અગ્રતા છે.
