જોહાનિસબર્ગ સ્વામિનારાયણ મંદિરનું શીલાપૂજન કરતા પ.પૂ. મહંતસ્વામી મહારાજ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા હોવાથી હજારોની સંખ્યામાં હરિભક્તો તેમના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા હોવાથી હજારોની સંખ્યામાં હરિભક્તો તેમના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે. આ દરમિયાન સોમવારે પૂ. મહંત સ્વામી મહારાજે આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે સાકાર થનારા ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું શીલાપૂજન કર્યું હતું અને સમગ્ર કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે આશીર્વચન આપ્યા હતા.
