ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા ટ્રેઝરીએ ન્યુમરસી ટેસ્ટ રદ કરી

એચએમ ટ્રેઝરીએ ગ્રેજ્યુએટ સ્કીમની ભરતી પ્રક્રિયામાં ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા ન્યુમરસી રીઝનિંગ ટેસ્ટ રદ કરી છે. આ કસોટી વંશીય લઘુમતી સુમદાયોના ઉમેદવારો પર વિપરીત અસર કરે છે તેથી તેને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવી હતી.

લંડનઃ એચએમ ટ્રેઝરીએ ગ્રેજ્યુએટ સ્કીમની ભરતી પ્રક્રિયામાં ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા ન્યુમરસી રીઝનિંગ ટેસ્ટ રદ કરી છે. 2019માં ટ્રેઝરીના પોલિસી એડવાઇઝરે ગ્રેજ્યુએટ પ્રોગ્રામની સમીક્ષામાં જણાવ્યું હતું કે, આ કસોટી વંશીય લઘુમતી સુમદાયોના ઉમેદવારો પર વિપરીત અસર કરે છે તેથી તેને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવી હતી. ટ્રેઝરીના ઇન્ટરનલ ગવર્નન્સ બોર્ડ અનુસાર બે અલગ-અલગ કસોટીની જરૂરિયાત ઉમેદવારો માટે વધારાની અડચણ ઊભી કરતી હતી અને તેના કારણે સક્ષમ ઉમેદવારો પણ પ્રારંભિક તબક્કે જ પ્રક્રિયામાંથી બહાર ફેંકાઈ જતા હતા.

તે ઉપરાંત 2024માં ટ્રેઝરીએ વર્બલ રીઝનિંગ ટેસ્ટ પણ હટાવી દીધી હતી. રિક્રુટમેન્ટ કન્સલ્ટન્સી 'રેર'ના અહેવાલમાં જણાવાયું હતું કે વંશઈય લઘુમતી સમુદાયના ઉમેદવારો ખાસ કરીને ભાષાકીય પરીક્ષણોમાં મુશ્કેલી અનુભવે છે. આ ટેસ્ટના સ્થાને હવે ઉમેદવારો માટે સિચ્યુએશનલ જજમેન્ટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારોને કાર્યસ્થળની વાસ્તવિક પરિસ્થિતિઓ આપીને તેમના શ્રેષ્ઠ પ્રતિભાવો ક્રમાંકિત કરવાના રહે છે.

ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા ટ્રેઝરીએ ન્યુમરસી ટેસ્ટ રદ કરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.