દરરોજ 30 મિનિટ ચાલનાર લોકોને એનએચએસ પુરસ્કૃત કરશે
નાગરિકોને શારીરિક રીતે વધુ સક્રિય કરવા એનએચએસ નવી અને અનોખી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ દરરોજ અડધો કલાક ચાલનારા લોકોને વિવિધ પ્રકારના પ્રોત્સાહક પુરસ્કારો અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
લંડનઃ નાગરિકોને શારીરિક રીતે વધુ સક્રિય કરવા એનએચએસ નવી અને અનોખી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ દરરોજ અડધો કલાક ચાલનારા લોકોને વિવિધ પ્રકારના પ્રોત્સાહક પુરસ્કારો અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આવતા વર્ષની શરૂઆતમાં એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા મેરેથોન અ મન્થ ચેલેન્જ લોન્ચ કરવામાં આવશે. આ અંતર્ગત લોકોને રોજ આશરે 30 મિનિટ ચાલવા પ્રેરિત કરાશે. જો કોઈ વ્યક્તિ દરરોજ આ નિયમનું પાલન કરશે તો તે મહિનામાં અંદાજે 26 માઇલ એટલે કે એક આખી મેરેથોન જેટલું અંતર કાપી લેશે.
ભાગ લેનારા યુઝર્સ તેમના વોકિંગના આંકડા ઓનલાઈન, સ્માર્ટફોન અથવા સ્માર્ટવોચ દ્વારા લોગ ઇન કરી શકશે. આ ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા નાગરિકો સરકાર તરફથી ઇન્સેન્ટિવ્સ અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર બનશે.
આંકડા અનુસાર દેશમાં થતા દર છમાંથી એક મોતના જવાબદાર પરિબળોમાં શારીરિક નિષ્ક્રિયતા પણ સામેલ છે. દેશના લગભગ 24 ટકા પુખ્ત શારીરિક રીતે નિષ્ક્રિય શ્રેણીમાં આવે છે, જેઓ અઠવાડિયામાં 30 મિનિટ પણ યોગ્ય વ્યાયામ નથી કરતા.
