દારૂની લતથી કંટાળી માતા-પિતાએ એસિડ પીવડાવી પુત્રને ગળેટૂંપો આપ્યો

દારૂની લતથી કંટાળી માતા-પિતાએ...

ગોંડલના ગુંદાળામાં દંપતીના પુત્રને દારૂ પીવાની ટેવથી માવતર સાથે માથાકૂટ થતી હતી. કંટાળી માતા પિતાએ દીકરાની હત્યા કરી અને તેને આપઘાતમાં ખપાવવા પહેલાં એસિડ પીવડાવ્યું અને બાદમાં ટૂંપો દઈને પતાવી દીધો. 

રાજકોટઃ ગોંડલના ગુંદાળામાં દંપતીના પુત્રને દારૂ પીવાની ટેવથી માવતર સાથે માથાકૂટ થતી હતી. કંટાળી માતા પિતાએ દીકરાની હત્યા કરી અને તેને આપઘાતમાં ખપાવવા પહેલાં એસિડ પીવડાવ્યું અને બાદમાં ટૂંપો દઈને પતાવી દીધો. 30 જૂને બનેલી આ ઘટનામાં 23 વર્ષીય મૃતક રામભાઈ બાબુભાઈ બાંભવાના અગ્નિસંસ્કાર પહેલાં  શંકા પડતાં પોલીસે લાશનું પીએમ કરાવતાં ભાંડો ફૂટ્યો હતો કે યુવાનનું મોત એસિડ પીવાથી નહીં, ટૂંપો દેવાતાં શ્વાસ રુંધાઈ જવાથી થયું હતું. પોલીસે મૃતકની 20 વર્ષની પત્ની બંસીબહેનની ફરિયાદ પરથી રામભાઈની માતા અને પિતા સામે હત્યાનો ગુનો નોંધી, ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. એક બાબત એ પણ સામે આવી હતી કે બંને ભાઈ-બહેનના સામસામા પરિવારમાં લગ્ન થયાં છે.

દારૂની લતથી કંટાળી માતા-પિતાએ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.