પાંચ કેન્યન મહિલાને FAOના ગ્લોબલ 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન

પાંચ કેન્યન મહિલાને FAOના ગ્લોબલ 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન

કેન્યાની પાંચ મહિલાને ઈન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર 2026 અન્વયે યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના પ્રતિષ્ઠિત 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન અપાવા સાથે તેઓ આંતરરાષ્ટ્રીય તખતા પર આવી ગઈ છે. જોકે, વેશ્વિક કદર કરાઈ તે પહેલાથી જ તેમની કામગીરી ફાર્મ્સ, ફેક્ટરીઝ, બોર્ડરુમ્સ અને ગ્રામીણ કોમ્યુનિટીઓમાં જીવન પરિવર્તન સાથે સંકળાયેલી છે. આ વ્યક્તિગત સિદ્ધિ માત્ર નથી, પરંતુ આફ્રિકામાં એગ્રીકલ્ચર, ફૂડ સિક્યુરિટી અને સસ્ટેનિબિલિટીના ભવિષ્યને કંડારવામાં કેન્યન મહિલાઓનો પ્રભાવ દર્શાવે છે.

નાઈરોબીઃ કેન્યાની પાંચ મહિલાને ઈન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર 2026 અન્વયે યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના પ્રતિષ્ઠિત 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન અપાવા સાથે તેઓ આંતરરાષ્ટ્રીય તખતા પર આવી ગઈ છે. જોકે, વેશ્વિક કદર કરાઈ તે પહેલાથી જ તેમની કામગીરી ફાર્મ્સ, ફેક્ટરીઝ, બોર્ડરુમ્સ અને ગ્રામીણ કોમ્યુનિટીઓમાં જીવન પરિવર્તન સાથે સંકળાયેલી છે. આ વ્યક્તિગત સિદ્ધિ માત્ર નથી, પરંતુ આફ્રિકામાં એગ્રીકલ્ચર, ફૂડ સિક્યુરિટી અને સસ્ટેનિબિલિટીના ભવિષ્યને કંડારવામાં કેન્યન મહિલાઓનો પ્રભાવ દર્શાવે છે.

નોમિનેટ કરાયેલી પાંચ કેન્યન મહિલાઓમાં સીરિઅલ મિલર્સ એસોસિયેશનની સીઈઓ પાલોમા ફર્નાન્ડીસ, Exotic EPZ ની સીઈઓ અને મેસેડેમીઆ નટ્સ એસોસિયેશન ઓફ કેન્યાની પૂર્વ ચેર જેન માઈગુમા, માઝાઓ ના આફ્યા એગ્રોકેમિકલ્સની ડો. ઝિપોરાહ ગિટોન્ગાસ, એલાયન્સ ઓફ બાયોડાયવર્સિટી ઈન્ટરનેશનલ અને CIAT/CGIAR ખાતે આફ્રિકા મેનેજિંગ ડાયપરેક્ટર ડો. વાન્જિરુ કામાઉ-રુટેનબર્ગ અને સસ્ટેન આફ્રિકાની સીઈઓ શૈલા કોમેન-કેઈનોનો સમાવેશ થાય છે.

FAO 100 વિમેન હીરોઈન્સ ઓફ 2026 નેતૃત્વ, ઈનોવેશન અને ઈમ્પેક્ટ મારફત એગ્રીકલ્ચર, ફૂડ સિસ્ટમ્સ અને ગ્રામીણ વિકાસમાં પરિવર્તન લાવનારી મહિલાઓને બિરદાવે છે. આ કદર નાણાકીય નથી, પરંતુ ફાર્મિંગ, એગ્રીબિઝનેસ, રિસર્ચ અને પોલિસી ક્ષેત્રમાં કાર્યરત પ્રભાવશાળી મહિલાઓને હાઈલાઈટ કરતું પ્રતિષ્ઠિત ગ્લોબલ લિસ્ટ છે. તેનો મુખ્ય હેતુ ફૂડ સિસ્ટમ્સમાં બદલાવ, એગ્રીકલ્ચરમાં લૈંગિક ખાઈનું નિરાકરણ તેમજ વિશ્વમાં સમાવેશી અને ટકાઉ કૃષિવિકાસ માટે મજબૂત સપોર્ટની પ્રેરણામાં મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાથરવાનો છે. આ કદરદાનીના કેન્દ્રમાં સમગ્ર ખંડમાં એગ્રીકલ્ચરલ ઈકોસિસ્ટમના વિવિધ સ્તરેથી પરિવર્તનને આગળ વધારતી અને કૃષિક્ષેત્રમાં મહિલાઓની ભાવિ પેઢીને પ્રેરણા આપતી મહિલાઓ છે.

કેન્યા માટે આ પાંચ મહિલાની કદર માત્ર વ્યક્તિગત સફળતાની કહાણી નથી, પરંતુ વિશ્વતખતા પર એગ્રીબિઝનેસ, ફૂડ સિક્યુરિટી અને ક્લાઈમેટ-સ્માર્ટ એગ્રીકલ્ચરના ભાવિને કંડારતી વિસ્તૃત ફૂટપ્રિન્ટ્સ છે.

પાંચ કેન્યન મહિલાને FAOના ગ્લોબલ 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.