પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષે નિધન

છોટાઉદેપુર જિલ્લાના પીઢ આદિવાસી નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું આજે વહેલી સવારે તેમના વતન ઉમરવા સ્થિત નિવાસસ્થાને 82 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. છોટાઉદેપુર અને પાવીજેતપુર બેઠક પરથી સતત 11 ટર્મ સુધી ધારાસભ્ય રહીને તેમણે 55 વર્ષ સુધી લોકસેવા કરી હતી. તેમના નિધનથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈહતી. આદિવાસી અસ્મિતા અને હક્કોની લડતને જીવનનું ધ્યેય બનાવનાર મોહનસિંહ રાઠવા શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ખ્યાતિ પામ્યા હતા.
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના પીઢ આદિવાસી નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું આજે વહેલી સવારે તેમના વતન ઉમરવા સ્થિત નિવાસસ્થાને 82 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. છોટાઉદેપુર અને પાવીજેતપુર બેઠક પરથી સતત 11 ટર્મ સુધી ધારાસભ્ય રહીને તેમણે 55 વર્ષ સુધી લોકસેવા કરી હતી. તેમના નિધનથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈહતી. આદિવાસી અસ્મિતા અને હક્કોની લડતને જીવનનું ધ્યેય બનાવનાર મોહનસિંહ રાઠવા શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ખ્યાતિ પામ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું હતું, જેઓ આઠ ટર્મ માટે ધારાસભ્ય રહ્યા હતા અને ત્યાર બાદ આજે મોહનસિંહનું નિધન થતાં આ ઘટનાઓથી રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી છે.
