માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઃ 30 જુલાઈએ મતદાન

માંજલપુર વિધાનસભા બેઠકની પેટ

પીઢ રાજકારણી અને માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના બરાબર એક મહિના બાદ ગુરુવારે ચૂંટણીપંચે આ બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે અનુસાર 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે જ નવા ધારાસભ્યનું ચિત્ર સ્પષ્ટ થશે. યોગેશ પટેલ 2012થી સતત ત્રણ ટર્મથી આ બેઠક પર અજેય રહ્યા છે અને ભાજપનો ગઢ મજબૂત રાખ્યો છે.

વડોદરાઃ પીઢ રાજકારણી અને માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના બરાબર એક મહિના બાદ ગુરુવારે ચૂંટણીપંચે આ બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે અનુસાર 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે જ નવા ધારાસભ્યનું ચિત્ર સ્પષ્ટ થશે. યોગેશ પટેલ 2012થી સતત ત્રણ ટર્મથી આ બેઠક પર અજેય રહ્યા છે અને ભાજપનો ગઢ મજબૂત રાખ્યો છે.
યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર અનેક નામની ચર્ચા શરૂ થઈ હતી. ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા માટે કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારશે. જો કે માંજલપુરના વતની સિવાયનો પેરાશૂટ ઉમેદવાર હશે તો તેની સામે બળવાની શક્યતા પણ રહેલી છે. અલબત્ત ભાજપને કોઈ વધારે ફરક નહીં પડે. બીજી તરફ કોંગ્રેસ અને આપ આ બેઠક પર પોતાનું જોર અજમાવશે. આગામી 6 જુલાઈએ સત્તાવાર જાહેરનામું બહાર પડશે અને 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 જુલાઈ નક્કી કરાઈ છે. ગત 2 જૂને 79 વર્ષની વયે હૃદયરોગના હુમલાને
કારણે યોગેશ પટેલનું અવસાન થયું હતું,

માંજલપુર વિધાનસભા બેઠકની પેટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.